• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*કોરોના ટ્રાયલ રસીનું નિરિક્ષણ કરવા શનિવારે વડાપ્રધાન ગુજરાત આવે તેવી શક્યતા*

ગુજરાત….. દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો,ત્યારે વેક્સિનની લોકો કાગડોળે રાહ જોઈ. દુનિયાના અલગ-અલગ દેશની વેક્સિન ટ્રાયલ થઈ રહી. જેમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વૅક્સિનની ટ્રાયલ શરુ થયું ત્યારે આ વૅક્સિનનું નામ ‘આત્મનિર્ભર’ રાખવામાં આવી શકે.શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી, જે દરમિયાન વૅક્સિનના નામની જાહેરાત કરી શકે. વડાપ્રધાન અમદાવાદની ઝાયડસ કંપનીની મુલાકાત લઈને ઝાયડસની વૅક્સિનની કાર્યવાહી અંગેનું પણ નિરિક્ષણ કરશે. ઝાયડસ કંપનીના પ્લાન્ટમાં વૅક્સિનનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું. હાલમાં ઝાયડસ દ્વારા ઝાયકોવ-ડી નામની વૅક્સિનનું નિર્માણ કરવામાં આવ્યું. હાલમાં વડાપ્રધાનના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો. વડાપ્રધાન મોદી ગુજરાતમાં વૅક્સિનની જાહેરાત કરે તેવી શક્યતાઓ.
સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બયોટેકની આત્મનિર્ભર વેકસિન ટ્રાયલ માટે લાવવામાં આવી, જે સોલા સિવિલ હોસ્પિટલમાં સોમવારથી શુક્રવારે સુધી રોજ સવારે 10 થી 1માં અપાશે. આ અંગે સોલા સિવિલમાં વેક્સિન માટે બનાવેલી કમિટીનાં ડો. પારુલ ભટ્ટે જણાવ્યું, આજે 5 લોકોને વેક્સિન આપવામાં આવી, જે આગામી દિવસમાં રોજની 25 વેક્સિન સુધી આપવાની તૈયારી. વેક્સિન આપવા આવેલા લોકો પૈકી કોઈ બિઝનેસમેન છે તો કોઈ મલ્ટી નેશનલ કંપનીના કર્મચારી. હવે તેમને વેક્સિન આપવામાં આવી. ટ્રાયલ માટે આવેલા વોલન્ટિયર પાસે એક ફોર્મ ભરાવવામાં આવશે. બાદમાં તેમની પાસે એક સહી કરાવી તેમને વેક્સિન આપવામાં આવશે.

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં માત્ર ની ૧૧ વર્ષની દીકરી આમેનાબાનુ એ રમાજાન માસનાં ૨૯ રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત કરી*

editor

*શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા જાણીતા સેવાભાવી વૈધરાજ કાંતિભાઈ માળીનું કરવામાં આવેલ શાનદાર સન્માન*

Hello Morbi

*HELLO MORBI:સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે*

editor

Leave a Comment