• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા પોલીસ સ્ટેશનના મંદીર ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી નીટીમ*

ટંકારા પોલીસ સ્ટેશનના મંદીર ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લા ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ.
તા.૨૩/૦૪/૨૦૨૫
શ્રી અશોક કુમાર(IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી એમ.પી. પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબીનાઓને ડ્રાઇવ દરમ્યાન વધુને વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.આઇ.પટેલ, શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબી તથા શ્રી વી.એન.પરમાર પો.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીનાઓ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા નાઓને સંયુક્તમા ખાનગીરાહે હકિકત મળેલ કે, ટંકારા પોસ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૧/૨૦૧૨ આઇ.પી.સી.કલમ-૪૫૭,૩૮૦ વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર રહે.સીયાલી તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) વાળો હાલે મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફની ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલતા હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર /અનુ.જનજાતી ઉ.વ.૩૩ રહે.સીયાલી બંગલા ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) વાળો સીયાલી ગામ બંગલા ફળીયા ચોકડી ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આમ, ટંકારા પોલીસ સ્ટેશનના મંદિર ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી. પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.ઇન્સ.શ્રી વી.એન.પરમાર,શ્રી એસ.આઇ.પટેલ, શ્રી બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી 18-09-2022 રવિવાર ના રોજ સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન થશે*

Hello Morbi

*ટંકારાના ખીજડીયા ગામે કુવામાં પડી જતા તરુણીનું મોત ટંકારા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરી*

Hello Morbi

*ડીસા જલારામ મંદિરે મહાઆરતીમાં જોડાયા વિવિધ સેવાકીય સંસ્થાઓના આગેવાનો*

Hello Morbi

Leave a Comment