• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:અણીયારી ટોલનાકાથી ભારતીય બનાવટી ઇગ્લીશ દારૂ પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ*

અણીયારી ટોલનાકાથી ભારતીય બનાવટી ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૭૬ કિં.રૂ.૫૬,૭૮૮/- નો મુદ્દામાલ પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં પ્રોહી./જુગારની ગેરાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ રાખવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે મહે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓએ પ્રોહી./જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.સી.ગોહિલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન નાઓની રાહબારી હેઠળ પોલીસ હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. પ્રવિણસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ સોલંકી નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે માળીયા (મિં) તાલુકાના અણીયાળી ટોલનાકાથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૬ કિં.રૂ.૫૬,૭૮૮/- તથા સદરહું ઇગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક રજી.નં. RJ-30-GA-9369 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૫,૫૬,૭૮૮/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.> આરોપી :-
1. ટ્રક ચાલક :- ગોપાલસિંગ છોગસિંહ રાવત/રાજપુત ઉ.વ.૪૩, રહે. રાજવા, ધોરા તા.બ્યાવર, જી.રાજસમંદ, રાજસ્થાન.
2. નાસીજનાર :- બહાદુરસિંહ મોહનસિંહ રાવત/રાજપુત રહે. રાજવા, પોસ્ટ-બિલીયાવાસ, તા.જવાજા, તા.બ્યાવર, જી.રાજસમંદ, રાજસ્થાન.
કબ્જે કરેલ મુદ્દામાલ :-
1. અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૬ કિં.રૂ.૫૬,૭૮૮/-|
2. સદરહું ઇગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટાટા કંપનીનો ટ્રક રજી.નં. RJ-30-GA-9369 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૫,૫૬,૭૮૮/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.સી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી ડી.કે.જાડેજા તથાપોલીસ હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સુરેશભાઇ પરમાર તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા પ્રવિણસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ સોલંકી તથા રાયમલભાઇ શિયાર નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ઝુલતાપુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અ exપડેટ પરિવાર નાં સહયોગ થી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને વાસ્મો સમિતિની બેઠક મળી*

editor

*શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ પડધરી*

Hello Morbi

Leave a Comment