• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: આમરણ ગામે ચાલતા જાહેરમાં જુગારના અખાડા પર મોરબી ક્રાઈમ બ્રાન્ચના દરોડા*

મોરબી તાલુકાના આમરણ ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડા રૂપીયા- ૧૨૩૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર અંગેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઈમ બ્રાંચ મોરબી.

તા.૨૩/૦૪/૨૦૨૫
શ્રી, અશોકુકમાર (IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા અને અસરકારક કામગીરી કરવા શ્રી,રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી, બી.ડી.ભટ્ટ તથા પો.સબ.ઇન્સ. શ્રી એસ.આઇ.પટેલ એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન HC ઇશ્વરભાઇ કલોતરા,ભરતભાઇ જીલરીયા, PC દશરથસિંહ પરમારને સયુકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, આમરણ ગામમાં આવેલ દાવલશા વાસની પાછળ બાવળની કાંટમાં વોકળાના કાંઠે અમુક ઇસમો ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમે છે, જેથી હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કુલ-૦૪ ઇસમોને રોકડા રૂ. ૧૨,૩૧૦/- તથા ગંજીપાના પાના નંગ-પર સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.
– પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧) ઇમતીયાજભાઇ જુનેશભાઇ તૈલી રહે.આમરણ ગામ તા.જી.મોરબી
૨) વલમજીભાઇ ભગવાનજીભાઇ અંબાણી રહે.નવા આમરણ ડાયમંડ નગર તા.જી.મોરબી
૩) બાબુલાલ વાઘજીભાઇ શેરશીયા રહે.નવા આમરણ ડાયમંડ નગર તા.જી.મોરબી
(૪) રમેશકુમાર કેશવદાસ ચૌહાણ રહે. રહે.નવા આમરણ ડાયમંડ નગર તા.જી.મોરબી
– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી તથા PSI શ્રી બી.ડી.ભટ્ટ, તથા એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*HELLO MORBI NEWS: રાજકોટથી મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સર્જરી માટે આવેલ યુવાનની સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી*

editor

*HELLO MORBI NEWS:વાંકાનેરના હોલમઢ ગામની સીમમાં આવેલ આરોપીની વાડીમાં વાઢેલી લીલી જારના પુળા નીચે સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI:નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી*

editor

Leave a Comment