• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન” ની શરૂઆત કરતી મોરબી પોલીસ*

યુગમાં સાયબર ક્રામઇના બનાવો બનવાનું પ્રમાણ વધ્યુ છે આવા સંજોગોમાં સિનિયર સિટીઝનો વધુ ભોગ બનતા હોય છે જેથી સરકારશ્રીની સુચના મુજબ ગુજરાત રાજયના પોલીસ વડા દ્વારા ગુજરાત રાજ્યના સિનીયર સિટીઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃતી કરી સાયબર ક્રાઇમ સબંધીત જાગૃત કરવા માટે આગામી તા.૧૧/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન એક વિશેષ સાયબર ક્રાઇમ જાગૃતી અભીયાન શરુ કરવા માટે નિર્ણય લેવામાં આવેલ છે.
આજ રોજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી નાઓની અધ્યક્ષતામાં સિનીયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત શ્રી ( SHE TEAM ) ની મીટીંગનું આયોજન કરવામાં આવેલ અને ઉપરોકત જણાવેલ સમયગાળા દરમ્યાન મોરબી જિલ્લા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનોની SHE TEAM ના સભ્યો દ્વારા રૂબરૂ મુલાકાત કરી સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે મોબાઇલ ડેટા સેફટી, સોશ્યલ મીડીયા, ઓનલાઇન શોપીંગ, O.T.P., અનનોન લીંક વિગેરે દ્વારા થતા સાયબર ક્રાઇમ વિશે વિગતવાર માહિતી આપી તેઓને જાગૃત કરવા તેમજ તેઓને આમ જીવનમાં પડતી મુશ્કેિલીઓ દુર કરવાની કામગીરી કરવા, તેમજ વૃદ્ધાશ્રમ તથા અનાથ આશ્રમની મુલાકાત કરી તેઓને યથા યોગ્ય મદદ તથા સહકાર આપવા માટે તજવીજ કરવા SHE TEAM ના સભ્યોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો આરંભ કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબીમાં ૨.૩ની તિવ્રતાનો ભૂકંપ નો આંચકો નોંધાયો*

Hello Morbi

*ચાલો સૌ હરખથી મતદાન કરીએ અને સાથે* *મળી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના ધુંટુગામ પંચમુખી હનુમાન મંદિર પાસેની શેરી નં.૦૧ માં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment