• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવીરહેલ આરોપી પેરોલ રજા ઉપરથી છેલ્લા ૨ વર્ષથી ફરાર થયેલ હોય જે આરોપીને પકડી પાડી રાજકોટ જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી નીટીમ*

રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ / મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવી
રહેલ આરોપી પેરોલ રજા ઉપરથી છેલ્લા ૨ વર્ષથી ફરાર થયેલ હોય જે આરોપીને બિહાર રાજયના નવાદા જિલ્લા ખાતેથી પકડી પાડી રાજકોટ જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૦૨/૦૫/૨૦૨૫
મ્હે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી પેરોલ ફર્લો ,વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી આરોપીઓને પકડવા સારૂ સ્પે. ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ કેદીઓને પકડવા તથા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી એમ.પી. પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી વી.એન.પરમાર. પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કવોડ મોરબી તથા શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબી તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ ના HC જયેશભાઇ વાઘેલા તથા PC વિક્રમભાઇ રાઠોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૯/૨૦૧૮ આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૭૬(૨),૩૭૬એબી, ૩૦૨ તથા પોકસો એકટ કલમ ૩(એ),૪,૬,૧૮ વિ.મુજબના ગુન્હાના પાકા કામનો આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ રહે.પ્લેટીનિયમ બ્યુટી કંપની કવાટર્સ તા.જી.મોરબી મૂળરહે.જોરાવર બિધા તા.નારદીગંજ જી.નવાદા (બિહાર) વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપી નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના સ્પે.ક્રિમી.એપ્લી.નં. ૨૮૮૩ /૨૦૨૩ તા.૧૫/૦૩/૨૦૨૩ ના આદેશાનુસાર તા.૦૧/૦૬/૨૦૨૩ થી દિન-૨૧ની પેરોલ રજા મેળવી જેલ મુકત થયેલ જે આરોપીને તા.૨૩/૦૬/૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ મજકુર પાકા કામનો કેદી પેરોલ રજા પરથી પરત હાજર થયેલ નહી અને ફરાર થયેલ હોય જે કેદીને ખાનગી બાતમી આધારે તા.૩૦/૦૪/૨૦૨૫ ના રોજ બાઘી બરડીહા ઠેકાપર ગામ તા.જી.નવાદા (બિહાર) ખાતેથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.
– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી > શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબી સ્ટાફના માણસો તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.કોન્સ. અજયભાઇ લાવડીયા કામગીરીમાં જોડાયેલા હતા.

Related posts

*જોડીયા પોલીસ સ્ટેશનમાં કોરોના વેક્સિન ની રસી તમામ પોલીસ કર્મીઓને આપવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.ચંપાબેન ત્રિભોવનભાઈ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૨/૦૧/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

Leave a Comment