• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ડીસામાં 354 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

ડીસામાં 354 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ
છેલ્લા સાડા છ વર્ષથી ડીસા નગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નિયમિત દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન ગૌસેવા હેતુ થાય છે.ભજનમાં ડીસાના સમગ્ર સનાતન હિંદુ સમાજમાંથી ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી,સનાતનપ્રેમી, ગૌપ્રેમી, જલારામપ્રેમી ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નિજાનંદ માણે છે.
354 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન નવીનભાઈ આત્મારામભાઈ ઠક્કર/રતાણી પરિવારના નિવાસસ્થાને રંગેચંગે રાખવામાં આવ્યાં હતાં.ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સૌ જલારામ ભક્તોએ નૃત્ય સાથે ભજનની મોજ માણી હતી.
જલારામ બાપાના ભજનની રમઝટ જામતાં સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે નમ્ર અપીલ કરતાં અંદાજે 104000 એક લાખ ચાર હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી.
યજમાન નવીનભાઈ રતાણી પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.355 મા ગુરૂવારે વીણાબેન ભરતભાઈ જીવરાણી પરિવાર દ્રારા ભજન રાખેલ હોઈ તેમના થકી સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝના આનંદભાઈ પી.ઠકકર દ્રારા કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI:ટંકારા ના આંગણે થયું આધ્યાત્મિક બીજ નું વાવેતર*

editor

*HELLO MORBI: ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ:* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન*

editor

Leave a Comment