• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીમાં આગામી ૦૫ મે ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે*

જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૦૫-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.

ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએસસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. આ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*રાજવી પરિવારના દાદા ના ઉપનામથી જાણીતા ધ્રુવકુમારસિંહજી જાડેજાની કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા સમાજના પ્રમુખ તરીકે વરણી*

Hello Morbi

*પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને લઈને સમગ્ર મોરબીનું વાતાવરણ ધર્મમય બન્યું*

Hello Morbi

*HELLO MORBI:મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓનો તાલીમ વર્કશૉપ યોજાયો*

editor

Leave a Comment