
મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવે ઉપર મરકયુના સીરામીકની સામે રોડ પર થી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર ટીન નંગ- ૧૧૨ કિ.રૂ. ૧૨૯૯૨/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩૦,૧૭,૯૯૨/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો ટીમ
મોરબી
તા.૧૬/૦૫/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની ગે.કા. પ્રવૃતિ અટકાવવા શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ શ્રી.વી.એન.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો તથા શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ.એલ.સી.બી. તથા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન HC ઇશ્વરભાઈ કલોતરા, HC ભરતભાઇ જીલરીયા, PC ભગીરથસિંહ ઝાલા, PC વિક્રમભાઇ રાઠોડ એમ ચારેયને સંયુક્તમાં ખાનગી બાતમી હકિકત મળેલ કે, ટ્રક ટ્રેઇલર રજી.નં. RJ-21-GD-0930 વાળી રોડ ઉપર ઉભેલ છે. જે ટ્રક ટ્રેઇલરમાં રાજસ્થાનથી આવતી સફેદ માટીની આડમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ભરેલ છે તેવી બાતમી મળેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે હકીકત વાળી ટ્રક ટ્રેલર મળી આવતા ચેક કરતા તેમાં નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમ પાસેથી નીચે મુજબનો /બિયરનો જથ્થો મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧. રાજેન્દ્ર કાનારામભાઇ બાંગળા / જાટ ઉવ-૩૬ ધંધો-ડ્રાઇવીંગ રહે.બીટન તા.મેડતા જી.નાગોર (રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
માલ મંગાવનારઃ- તથા તપાસમાં ખુલ્લે તે તમામ
પકડાયેલ મુદામાલની વિગત
(૧) ટ્રક ટ્રેઇલર નંબર-RJ-21-GD-0930 વાળી કિ.રૂ.૩૦,૦૦,૦૦૦/-
(૨) બિયર ટીન નંગ-૧૧૨ કિ.રૂ.૧૨૯૯૨/-
૩) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૩૦,૧૭,૯૯૨/- મુદામાલ કબજે કરેલ છે.
આરોપીની દારૂ ધુસાડવા અંગેની ખાસ પધ્ધતિ
તમામ રાજયની બોર્ડર ઉપર પોલીસ ધ્વારા ગે.કા. ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ અંગેની પ્રવૃતિ ચાલુ હોય જેથી પકડાયેલ ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાની ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં બિયરનો જથ્થો સંતાડી રાજસ્થાન રાજયમાંથી ભરી લાવી ગુજરાતમાં ઘુસાડેલ છે.
– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ-ફર્લો, શ્રી બી.ડી.ભટ્ટ PSI એલ.સી.બી.મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો કામગીરીમાં

