• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ*

જામનગર પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ..
પ્રદેશ પ્રમુખ,ઉપપ્રમુખ ની હાજરીમાં સર્વાનુમતે હેમંત ભાઈ ચુડાસમા ની જિલ્લા પ્રમુખ તરીકે વરણી..
સૌરાષ્ટ્ર ના નવ જિલ્લા ના પ્રવાસે પત્રકાર એકતા પરિષદ ના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા ની ટીમ..
જામનગર જિલ્લાના પત્રકાર એકતા પરિષદ ની એક મિટિંગ સર્કિટ હાઉસ ના હોલમાં 27 મી સાંજે 4 કલાકે મળી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા સાથે પ્રદેશ ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ સોની તેમજ આઈ ટી સેલના શ્રી નીતિન ઘેલાણી પણ જોડાયા હતા.જિલ્લાના બહોળી સંખ્યામાં ઉપસ્થિત પત્રકારો ની હાજરીમાં જામનગર જિલ્લા ના સંગઠનને વધુ સક્રિય અને મજબૂત કરવા માટે ખૂબ લાંબી ચર્ચા,અભિપ્રાય બાદ નવી સમિતિ રચવા નિર્ણય કર્યો હતો,જેમાં યુવા, નીડર પત્રકાર હેમંત ભાઈ ચુડાસમા ના નામની દરખાસ્ત રજૂ થતા,સર્વાનુમતે જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.તેમજ જિલ્લા મહિલા પ્રમુખ તરીકે,જ્યોતિબેન ગોંડલિયા ની સર્વાનુમતે વરણી કરાઈ હતી..
જિલ્લા અધ્યક્ષ ની હાજરીમાં જિલ્લાના બે ઉપપ્રમુખો શ્રી ઉમેશભાઈ ઝાંખરિયા,શ્રી રાજુભાઈ રાઠોડ,તેમજ બે મહામંત્રી શ્રી પ્રજ્વલ ભાઈ પાલન અને શ્રી હિંમત ભાઈ ગોરી તેમજ બે મંત્રી તરીકે શ્રી રમેશભાઈ વાઘેલા તથા શ્રી જતીશ ભાઈ સોની,તેમજ બે સહમંત્રી તરીકે શ્રી નિકુલદાન ગઢવી તેમજ શ્રી ચેતનભાઈ દુધરેજીયા તેમજ ખજાનચી તરીકે લખનભાઇ રાણગા તેમજ વિક્રમ ઢાકેચા તેમજ વિશાલ ઢાકેચા ને નિયુક્ત કરવામાં આવ્યા હતા..
ટૂંક સમયમાં તાલુકા મિટીંગો યોજી તાલુકા સમિતિઓ ની રચના તેમજ સભ્યપદ ના ફોર્મ ભરી,જિલ્લા અધિવેશન માટે આમંત્રણ આપવા જિલ્લા ટીમ પ્રવાસ કરશે.
સિક્કા તાલુકા ના પ્રમુખ તરીકે ઇનાયત મલેક તેમજ મહામંત્રી તરીકે દાઉદભાઈ ગંઢાર ની વરણી કરાઈ હતી.આગામી દિવસોમાં વધુ પત્રકારોને સંગઠનમાં જોડી જિલ્લા અધિવેશન યોજવા ચર્ચા કરી,નવનિયુત હોદ્દેદારો નું સન્માન પ્રદેશ અધ્યક્ષ,ઉપાધ્યક્ષ, આઈ ટી સેલ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી શ્રી વિક્રમભાઈ ચુડાસમા તેમજ ઝોન પ્રભારી હાજીભાઈ અને વરિષ્ઠ પત્રકારો દ્વારા કરાયું હતું..

Related posts

*મોરબી વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની કરાઈ ઉજવણી* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આઇસગેટ પોર્ટલ માં ફ્રોડનો પર્દાફાસ કરતા પોલિસતંત્ર નો આભાર વ્યક્ત કરતા મોરબી સિરામિક એસોસિએશન*

editor

*HELLO MORBI:પ્રભારીમંત્રીના હસ્તે મોરબી જિલ્લા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના કર્મચારીઓનું સન્માન*

editor

Leave a Comment