• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયા તાલુકા ખાતે 𝐓𝐁 મુક્ત કીટ નું વિતરણ કરવામાં આવ્યુ*

જોડિયા તાલુકા ખાતે TB મુક્ત કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતુ..
આપ સૌ જાણો છો કે શરીરની રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડો થવાને કારણે TB રોગ થવાની સંભાવના વધી જાય છે. જો સમયસર TB ની દવા અને પૂરતા પ્રમાણમાં પ્રોટિન અને વિટામિન મળે તો TB રોગ નાબૂદ વહેલી તકે થઈ શકે તેમ છે. તેથી આપણા જિલ્લામાં નામાંકિત નયારા એનર્જી દ્વારા જરૂરીયાતમંદ ટીબી ના દર્દીઓને સહ પ્રમાણસર પોસણ મળી રહે તેવા શુભહેતુથી નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણયુક્ત રાશન કીટનું જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ખાતે આજ રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ સર..મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર મેડમ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડો.પંકજ કુમાર સર જીલ્લા ક્ષય મેડીકલ ઓફિસર ડો.પીઠડીયા સર તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયા સર ના માર્ગદર્શન હેઠળ TB ની સારવાર હેઠળના દર્દીઓને નયારા એનર્જી દ્વારા પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. નયારા કંપની દ્વારા ૨૦૨૧ થી ટીબી મુક્ત અભિયાન માં જોડાયેલી છે અને દર મહિને ૬૦૦ કિટનું વિતરણ જામનગર જિલ્લામાં કરી રહી છે. જેથી દર્દીઓને સમયસર પૂરતું પોષણ મળી શકે. આ કાર્યક્રમમાં જોડિયા તાલુકાના TB સુપરવાઈઝર નિકુંજભાઈ પાગડાર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આશાબેન પુંભડીયા
હાજર રહ્યા હતા. ટીબી ના દર્દીઓ ને ટીબી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કિટમા બાસમતી ચોખા, મલ્ટીગ્રેન આટા, મગની દાળ, દેશી ચણા, મગફળીનું તેલ, ગોળ અને ઘી જેવી બ્રાન્ડેડ વસ્તુની રાશન કિટ તૈયાર કરી ને દર્દીઓને વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી…..

Related posts

*મોરબી અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના છઠ્ઠા દિવસની કથાનો સાર*

Hello Morbi

*રાગ કરાઓકે કલબ ડીસા દ્રારા યોજાયો સંગીત તેમજ સન્માનનો કાર્યક્રમ*

Hello Morbi

અમદાવાદ: કોરોનાને લઈ સ્થિતિ ખુબ જ ખરાબ, નવા ટ્રેન્ડના કારણે વધ્યા ગંભીર દર્દીઓ

Hello Morbi

Leave a Comment