• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ દ્રારા શિશુ મંદિર મોરબી ખાતે રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા અને ભારત કો જાનો કાર્યક્રમ આયોજિત થયેલ*

 

ભારત વિકાસ પરિષદ દ્રારા શિશુ મંદિર મોરબી ખાતે રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા અને ભારત કો જાનો કાર્યક્રમ આયોજિત થયેલ.
ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાષ્ટ્રનાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના, દેશભક્તિનાં સંસ્કારનું સિંચન કરવાં તથા સમર્થ રાષ્ટ્ર બને એ ઉદ્દેશથી “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” અને “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. તાઃ ૧૪/૦૯/૨૦૨૫, રવિવારનાં રોજ બંને સ્પર્ધાઓનું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર-મોરબી ખાતે કરવામાં આવેલ. ભારત કો જાનો પ્રશ્નમંચ માં કુલ ૩૪ શાળાઓનાં ૬૮ વિદ્યાર્થીઓએ તેમજ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં કુલ ૩૦ જેટલાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ. આ સ્પર્ધામાં સંગીત તજજ્ઞો કોમલબેન પનારા તથા જિજ્ઞાસાબેન બગાએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવેલ. કાર્યક્રમમાં અતિથિ તરીકે શ્રી વિજયભાઈ રંગપરિયા (ફેવરીટ ગ્રુપ), શ્રી મહેશભાઈ બોપલિયા (RSS-જીલ્લા કાર્યવાહ), શ્રી જસ્મિનભાઈ હિંસુ (સૌરાષ્ટ્ર પ્રાંત-ધર્મ જાગરણ સમન્વય-સહસંયોજક) અને ડૉ. જયેશભાઈ પનારા (ભા.વિ.પ. સૌરાષ્ટ્ર પ્રાંત કોષાધ્યક્ષ) હાજર રહેલ. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ, દ્વિતીય ક્રમે નવયુગ સંકુલ તથા તૃતીય ક્રમે શ્રી માધાપરવાડી કન્યા શાળા આવેલ. ભારત કો જાનો પ્રશ્નમંચમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમે નાલંદા વિદ્યાલય, દ્વિતીય ક્રમે ગોકુલનગર પ્રા. શાળા તથા તૃતીય ક્રમે માધાપરવાડી કન્યા શાળા તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે નવયુગ વિદ્યાલય, દ્રિતીય ક્રમે નવયુગ સંકુલ તથા તૃતીય ક્રમે જ્ઞાનપથ વિદ્યાલય વિજેતા થયેલ. દરેક વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ ક્રમે વિજેતા થયેલ બધી ટીમો આગામી સમયમાં પ્રાંત કક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમનું સુંદર સંચાલન હરદેવભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અધ્યક્ષશ્રી હિંમતભાઈ મારવણિયા, સચિવશ્રી ધ્રુમિલભાઈ આડેસરા, કોષાધ્યક્ષશ્રી હિરેનભાઈ ધોરિયાણી, સંયોજકો રાવતભાઈ કાનગડ તથા પરેશભાઈ મિયાત્રા, કૌશિકભાઈ અઘારા, હરેશભાઈ બોપલિયા,ડૉ. ચિરાગભાઈ અઘારા, ચિરાગભાઈ હોથી, મનહરભાઈ કુંડારીયા, વિનુભાઈ મકવાણા, પંકજભાઈ ફેફર તેમજ મહિલા સંયોજિકા દર્શનાબેન પરમાર અને સહસંયોજિકા અલ્પાબેન મારવણિયાએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનાં અંતે અલ્પાહાર કરી બધાં છૂટ્ટા પડેલ.
લી.
હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષશ્રી)
ધ્રુમિલભાઈ આડેસરા (સચિવશ્રી)
હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષશ્રી)

Related posts

*રંગીલા રાજકોટમાં ગંદકીનો નો રંગ લાગ્યો!? મુખ્યમંત્રીના વતનમાં સ્વચ્છતા નો અભાવ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સરદારબાગ અને સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત*

editor

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi

Leave a Comment