
*નૈમિષ સેજપાલ દ્વારા* આવેદનપત્ર
પ્રતિ,
મામલતદાર શ્રી,
ટંકારા તાલુકો, જી. મોરબી
મારફત,
માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
વિષય: ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદી માટે કરવામાં આવેલ સેટેલાઈટ સર્વે બંધ કરવાની માંગ અંગે.
શ્રીમાન,
વિનમ્ર અર્ઝ એ છે કે ગુજરાત સરકાર દ્રારા ખેડૂતોને ટેકાના ભાવ ની મગફળી ખરીદી માટે અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ખેડૂતોના મગફળી વાવેતર ના તલાટી કમ મંત્રીશ્રી ના દાખલા પુરાવા તરીકે ઉમેરવામાં આવ્યા છે, તેમ છતાં સરકાર દ્રારા સેટેલાઈટ સર્વે કરવાની નીતિ અમલમાં મુકાઈ છે.
સેટેલાઈટ સર્વે ભૂતકાળ મા જમીન માપણીમાં ખામી સર્જી છે. જો આવી જ ખામી મગફળી વાવેતર સર્વેમાં થશે તો ખેડૂતોની અરજી રદ થવાની સંભાવના વધી જશે. આથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવો નિશ્ચિત છે.
આમ આદમી પાર્ટી – ટંકારા તરફથી સ્પષ્ટ રજૂઆત:
1. સેટેલાઈટ સર્વે તરત જ બંધ કરવો જોઈએ.
2. ખેડૂતોને માત્ર તલાટી કમ મંત્રીશ્રી ના મગફળી વાવેતર ના દાખલા આધારે જ ટેકાના ભાવનો લાભ આપવો જોઈએ.
3. જો સેટેલાઈટ સર્વે ચાલુ રહેશે અને ખેડૂતોની અરજી રદ થશે તો આમ આદમી પાર્ટી – ટંકારા ખરીદી કેન્દ્ર બંધ કરાવશે.
4. સાથે જે તે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર પગલાં ભરવા માટે લડત શરૂ કરવામાં આવશે.
ખેડૂતોના હક્ક માટે આમ આદમી પાર્ટી – ટંકારા અંતિમ શ્વાસ સુધી લડત આપશે.
વિનંતી છે કે ઉપરોક્ત મુદ્દા પર તાત્કાલિક પગલાં લઈને ખેડૂતોને ન્યાય અપાવશો.
નરોત્તમ ભાઈ ગોસરા
પ્રમુખ શ્રી આમ આદમી પાર્ટી ટંકારા

