• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવરાત્રી દરમ્યાન સલાયામાં સફાઈ તથા સ્ટ્રીટ લાઈટ અંગે રજૂઆત કરતા લાલજીભાઈ ભુવા*

 

*નવરાત્રી દરમ્યાન સલાયામાં સફાઈ તથા સ્ટ્રીટ લાઈટ અંગે રજૂઆત*

ખંભાળિયાના સલાયામાં આગામી નવરાત્રીના તહેવારોને અનુલક્ષીને સફાઈ કામગીરી વ્યવસ્થિત થાય અને આ તહેવારો વ્યવસ્થિત રીતે ઉજવાય તે હેતુથી સલાયાના શહેર ભાજપ પ્રમુખ અને લોહાણા નવરાત્રી સમિતીનાં ઉપપ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં સલાયાના વિવિધ વિસ્તાર જેવા કે મેઈન બજાર, રામ મંદિર શેરી, હવેલી શેરી, મહાજન વાડી શેરી, પોસ્ટ ઓફિસ શેરી, વણકર વાસ, લાલજી મંદિર શેરી, પોલીસ સ્ટેશન પાસે, બાલવી માતાજીના મંદિર વારી શેરી, વાછરાડાડા મંદિર , હરસિધ્ધિ માતાજી મંદિર સહિત વિગેરે સ્થળોએ દરરોજ સફાઈ કરી, જરૂરી દવાના છંટકાવ કરવા, બંધ રહેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તેમજ ભૂગર્ભ ગટરની સફાઈ કરવા રજુઆત કરવામાં આવી છે. આ તમામ સ્થળે મોટી સંખ્યામાં બહેનો-દીકરીઓ અને પુરુષો અવર જવર કરતા હોય, આ સહિતના મુદ્દે સંબંધિત તંત્રને યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરાઈ છે.

Related posts

*ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરત સિંહ સોલંકી ની નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

*ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

Leave a Comment