• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગર પાલિકા ના ચીફ ઓફિસર ને પત્ર લખી રજૂઆત કરતા કે ડી બાવરવા*

પ્રતિ, તા. ૨૦/૦૧/૨૦૨૨.

ચીફ ઓફિસર શ્રી,

મોરબી નગર પાલિકા મોરબી.

 

વિષય – બાકીવેરા દારોના નામ જાહેર હોર્ડિંગ ઉપર મુકતા સાથે નગરપાલિકા ના ઓડીટ રીપોર્ટ, તેની પૂર્તતા , બજેટ ની જોગવાઈઓ, અને થયેલ કામો.પણ જાહેર હોર્ડિંગ ઉપર મુકવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી.

 

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે મોરબી નગરપાલિકા દ્વારા તાજેતર માં થયેલ પ્રેસ પ્રસિદ્ધ અન્વયે જે નાગરીકો/સંસ્થો વગેરે હસ્તક મોટી રકમ ના લાંબા સમય થી બાકી રહેલ વેરા વસુલ કરવા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે પ્રસંશા ને પાત્ર છે. અને હવે ન ભરનાર ના નામો હોર્ડિંગ મુકવા ની વાત છે. તે ખુબજ યોગ્ય છે. આવા વેરા ન ભરનાર ના નળ જોડાણો કાપી ને તેમને ફરજ નું ભાન કરાવવાનું આપનું કામ ખુબજ સરાહનીય છે.

 

પરંતુ અમારી આપ સાહેબ ને નમ્ર વિનતી સાથે માગણી છે. કે ગુજરાત નગર નિયામક આયોજન મંડળ જે દરવર્ષે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવે છે. તે શહેર ના વિકાસ ના કામ માં વાપરવાની હોય છે. નહિ કે અધિકારીઓ/પદાધિકારીઓ ને મનસ્વી રીતે મનફાવે તેવું કરીને ગેરરીતી કરવા માટે.

 

આ કામો ના આયોજન નું દરવર્ષે ઓડીટ કરવામાં આવે છે. જે રીપોર્ટ માં લેવામાં આવેલ રીમાર્ક ની પૂર્તતા યોગ્ય રીતે કરી ને તેનો જવાબ આપવાનો હોય છે. અને જો તેમાં ગેરરીતી માલુમ પડેલ હોય તો આપે તેના માટે શું? પગલા લીધા તે પણ સાર્વજનિક કરીને હોર્ડિંગ પર મુકો. જો આવું કરશો તો આપનો વહીવટ ખુબજ પારદર્શક છે. તેવું લોકો ને માલુમ પડશે અને અમો આપ સાહેબ નું તેમજ બધાજ પદાધિકારીઓ નું જાહેર સન્માન કરીશું.

 

તો અમારી આપ સાહેબ ને નમ્ર વિનતી સાથે માગણી છે કે આવા ઓડીટ રીપોર્ટ સાર્વજનિક કરો જેની રીમાર્ક ની કરેલ પૂર્તતા ઓ સાર્વજનિક કરો અને તેને હોર્ડિંગ પર મુકો. અને દર વર્ષે બજેટ માં કરેલ જોગવાઈ અને તેની સામે થયેલ કામ નું લીસ્ટ પણ સાર્વજનિક કરી ને હોર્ડિંગ પર મુકો , તેથી લોકો ને માલુમ થાય કે તેઓએ ચુંટી ને મોકલેલ તેઓના પ્રતિનિધિ કેવું સેવાનું કામ કરે છે. લોકો ને તેનો કેવો લાભ મળે છે. ગત વર્ષ ના બજેટ માં કરેલ જોગવાઈ ઓ માંથી કેટલા કામો થયા તે ખાસ જણાવવા વિનંતી.

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્ય નવા સચિવાલય ગાંધીનગર તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા વિનંતી

(૨) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૩) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૪) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય

ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલાના રાજીનામા થી રાજકીય ભૂકંપ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કોડીનાર નાં જાંબાઝ અને નીડર પત્રકાર શબ્બીર સેલોત નો આજે જન્મ દિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આવતી કાલે મેગા ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પઆ પુષ્ય નક્ષત્ર નિમિતે એટલે કે તારીખ𝟐𝟒/𝟎𝟒/𝟐𝟎𝟐𝟔 ને શુક્રવારે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*

editor

Leave a Comment