• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદના રિજિયોનલ પદાધિકારીઓએ ડીસા મહાવિજય શાખાની લીધી શુભેચ્છા મુલાકાત*

 

ભારત વિકાસ પરિષદના રિજિયોનલ પદાધિકારીઓએ ડીસા મહાવિજય શાખાની લીધી શુભેચ્છા મુલાકાત
ભારત વિકાસ પરિષદના રિજિયોનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા ,બનાસકાંઠા જિલ્લાના વિભાગીય મંત્રી શ્રી રાજેશભાઈ ઠાકર દ્વારા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાની તાજેતરમાં શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. કુમકુમ તિલકથી મહેમાનોનું સ્વાગત કર્યા બાદ વંદેમાતરમ્ ગાનથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.ઉપસ્થિત દરેક સભ્યો દ્વારા પોતાનો પરિચય અને સંસ્થાની જવાબદારી અંગે માહિતી આપવામાં આવી હતી.સૌપ્રથમ શ્રી રાજેશભાઈ ઠાકર દ્વારા સંસ્થાની ચાલુ વર્ષની કામગીરી,કાયમી પ્રકલ્પ અને પારિવારિક પ્રકલ્પ વિશે જાણકારી આપવામાં આવી હતી. જુદા જુદા કાર્યક્રમો અંગે પ્રશ્નોત્તરી દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.
ડીસા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિની મુલાકાત અંતર્ગત ડીસાનું ગૌરવ એવા નિવૃત્ત જિલ્લા ફોરેસ્ટ અધિકારી, જાણીતા લેખક, સમાજસેવક અને ઉત્કૃષ્ટ વ્યક્તિ એવા શ્રી ભગવાનદાસ બંધુ સાહેબની વિશેષ મુલાકાત કરવામાં આવી હતી તેમજ પારસ્પરિક વિચારોની આપલે કરવામાં આવી હતી.
ત્યારબાદ શ્રી દિનેશભાઈ વોરા સાહેબ દ્વારા ભારત વિકાસ પરિષદની પાંચે ગતિવિધિ અંગે માહિતી મેળવ્યા બાદ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાંતકક્ષાએ અને રિજિયોનલ કક્ષાએ થતા કાર્યક્રમો વિષે પણ જાણકારી આપવામાં આવી હતી. સંસ્થાના પદાધિકારીઓની કામગીરી અને જવાબદારી વિષે વિસ્તૃત ચર્ચા કરી અને સમજ પણ આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા થયેલ વિવિધ કાર્યક્રમો અંગે જાણ્યા બાદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિજિટલ બાબતો અંગે ચર્ચા કરી ઉપસ્થિત સભ્યોને તે બાબતે વિશેષ અવગત કરાયા હતા.
આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત સભ્યોને તેઓના વિશેષ અનુભવ દ્વારા કામગીરી કરવા અંગે આગવી પ્રેરણા મળી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી દિનેશભાઇ ઠક્કર અને મંત્રી શ્રી પ્રવિણભાઇ સાધુ દ્વારા વિશેષ બાબતો અંગે જાણકારી આપ્યા બાદ આભારવિધિ કરવામાં આવી હતી.

Related posts

*ઘાંટવડ ખાતે મુસ્લિમ એકતા મંચના ગીર સોમનાથ ના તમામ હોદ્દેદારો ની મીટિંગ યોજવામાં આવી હતી* 

Hello Morbi

*જોડીયા તાલુકાના રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રેલી કાઢી કલેકટરને આયોજનપત્ર અપાયું*

Hello Morbi

બાયોટેકનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેનના મ્યૂટેશનને ખતમ કરનારી વેક્સિન 6 સપ્તાહમાં બની જશે

Hello Morbi

Leave a Comment