• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવાડેલા રોડ ખાતે નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

મોરબી : તા ૨૩ મોરબી શહેર તેમજ આજુબાજુની ગામડાની જનતા માટે આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-3, નવાડેલા રોડ, મોરબી ખાતે આગામી શનિવાર અને રવિવારે ૧૯૫ મો નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે. શ્રીમતી સુવર્ણાબેન સુરેશભાઈ મહેતા પરિવાર- મોરબીના સહયોગથી આગામી તારીખ ૨૭- ૯- ૨૦૨૫ ને શનિવારે સાંજે ૪ થી ૭ અને તારીખ ૨૮- ૯ -૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી ડી. સી. મહેતા ડીસ્પેન્સરી, નવાડેલા રોડ મોરબી ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે. જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી દર્દીઓને વિનામૂલ્યે તપાસીને માર્ગદર્શન આપશે.
કેમ્પનો લાભ લેવા દર્દીઓએ ડીસ્પેન્સરી મેનેજર મયુરભાઈ વોરા મો.નં. 95370 99219 પાસે અગાઉથી નામ નોંધાવવા અને તપાસ સમયે કેશ પેપર્સ સાથે લાવવા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ માં ટેકનોપેક પોલીમર્સ લિમિટેડ મોરબી નું ગૌરવ*

editor

*HELLO MORBI:હૈદરાબદ ખાતે “સેમીનાર માં જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રી ધ૨મશીભાઈ ચનિયા૨ાની પસંદગી.તા. ૧૯અને ૨૦ જાન્યુઆરી બે દિવસનો ‘ વર્કશોપ*

editor

*ઝાલીમાં પ્રાથમિક શાળા એ તિરંગો લહેરાયો! શિક્ષકો સહીત વિદ્યાર્થીઓએ આપી સલામ*

Hello Morbi

Leave a Comment