• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમીકને ગોંધી રાખવાની ફરીયાદએ સિરામિક એસો.ને બદનામ કરવાનો પ્રયાસ*

મોરબી:તા ૭ તાજેતરમાં ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતિય શ્રમિકોને ગોંધી રાખવામાં આવતાં હોવાના સમાચાર પ્રસારીત થયા હતા.
આ સંબંધમાં મોરબી સિરામિક એસોસિએશન દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવતાં , જાણવા મળેલ હતું કે સદર ફરિયાદ તદ્દન ખોટી અને તથ્યવિહિન છે.

હકીકતમાં, કોન્ટ્રાક્ટર કોઈ કારણસર હાજર ન હોવાથી પરપ્રાંતિય શ્રમિકોને એક માસના પગારના ચૂકવણીમાં વિલંબ થયો હતો.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોઈપણ યુનિટમાં શ્રમિકોને ગોંધી રાખવા ની ઘટના આજ દિવસ સુધી બની નથી. સિરામિક પરિવાર હંમેશાં શ્રમિકોના હિત અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યુ છે. ઉદ્યોગમાં કોઈપણ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક કામ લેવાતું નથી.

વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતિય શ્રમિકો મોરબીનાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં રોજગાર માટે સ્વૈચ્છિક રીતે આવે છે, કારણ કે અહીં તેમને રોજીરોટી સાથે પારિવારિક અને સન્માનપૂર્ણ વાતાવરણ મળે છે. આ જ કારણસર મોરબીનો સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત છે.

અમુક તત્વો દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને મોરબી સિરામિક એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે.
**પ્રમુખશ્રી*
*મોરબી સીરામીક મેન્યુ .એસોસિએશન*

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો નવતર પ્રયોગ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના સિનિયર પત્રકાર વિનોદભાઈ બાંડીવાલાનુ શુભેચ્છક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું સન્માન*

editor

*વાંકાનેર નગરપાલિકા ની ચૂંટણીના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ : ડમી ફોર્મ ભરનાર ભાજપના જીતુ સોમાણી ચૂંટણી મેદાને*

Hello Morbi

Leave a Comment