• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયા તાલુકા ના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના 𝟐𝟏 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું**

*માળીયા તાલુકા ના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના 21 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું**

“ટીબી મુક્ત ભારત અભિયાન “અંતર્ગત ટીબી ના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તો તેનેરોગ માંથી જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ રૂપ થઈ શકે. જે અંતર્ગત મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયત સદસ્યશ્રી વિકાસભાઈ થડોદા અને મહેશભાઈ પારજીયાએ , ખાખરેચી ગ્રામ પંચાયત ના સરપંચશ્રીએ પણ ટીબી ના દર્દીઓની આરોગ્ય સુખાકારી માટે આગળ આવી ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓને પોષણયુકત આહારની કીટ વિતરણ કરેલ
અનેક સેવાકાર્યો માટે જાણીતા મોરબી જિલ્લા પંચાયત ના સદસ્યશ્રી તેમજ દાતાશ્રી વિકાસભાઈ થડોદાએ ઉમદા માનવીય અભિગમ સાથે ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવી તેઓ ટીબી મુક્ત બને તે દિશામાં અન્ય સંસ્થાઓએ, લોકોએ પણ આગળ આવી આ અભિયાનને સાર્થક કરવા સહયોગી બનવા તેમજ ટીબી મુક્ત ભારત બનાવવા અપીલ કરેલ.
ટીબી મુક્ત ભારત અભિયાન માં ટીબી દર્દીઓ માટે પોષણ નું મહત્વ સમજાવી દાતાઓશ્રી દ્વારા ટીબી દર્દીઓને કીટ આપવા પ્રોત્સાહિત કરી સંકલન ની કામગીરી માળીયા તાલુકા ના હેલ્થ ઓફિસરશ્રી ડૉ.ડી.જી.બાવરવા સાહેબ તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણા સાહેબએ કરેલ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા,મોરબી તાલુકા ના સુપરવાઈઝરશ્રી શૈલેષભાઇ પારજીયા તથા ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સહિત તમામ સ્ટાફગણ એ જહેમત ઉઠાવી હતી.

Related posts

*HELLO MORBI NEWS:ખાખરાળાં પ્રાથમિક તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન*

editor

*HELLO MORBI:મોરબી: શ્રી મુળયોગીરાજ આશ્રમ, રામદેવરા દ્વારા આયોજિત ભવ્ય બાબા શ્રી રામદેવપીર કથા યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી તથા 𝐈𝐌𝐀 𝐌𝐎𝐑𝐁𝐈 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) દ્વારા રવાપર તાલુકાશાળાના વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તથા હિમોગ્લોબિન ચેકઅપ કરાયું*

editor

Leave a Comment