• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વ્યાજખોર, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી જીલ્લા પોલીસ*

વ્યાજખોર, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી જીલ્લા પોલીસ
શ્રી. અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રીરાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી.રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીઓની સૂચના મુજબ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી વધુ સુદ્રઢ બની રહે તે સારૂ ભૂતકાળમાં વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા સારૂ ગુનેગાર ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી. જી.ટી.પંડયા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલા ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય. જે ઇસમોની અટકાયત કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ.શ્રી. એચ.એ. જાડેજા મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. શ્રી કે.એ.વાળા પોલીસ ઇન્સ. મોરબી તાલુકા પો.સ્ટે. તથા એલ.સી.બી.મોરબીના પો.સબ.ઇન્સ. શ્રી. એન.એચ.ચુડાસમા તથા શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી.. પેરોલ ફર્લો સ્કવોડ તથા મો.સી.એ ડિવી. તથા મોરબી તાલુકા પો.સ્ટે.ના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ રહી પાંચેય સામાવાળાઓને આજ તા.૧૮/૦૧/૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી સુરત, વડોદરા, અમદાવાદ,ભાવનગર તથા જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે.
શરીર, મિલ્કત સબંધી ગુના
01
પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા ઉ.વ.૨૪ રહે. રફાળેશ્વર, બાબા સાહેબ આંબેડકર હોલની પાછળ, તા.જી. મોરબી
०२
લાજપોર મધ્યસ્થ જેલ, સુરત
અજયભાઇ જગદિશભાઇ ચૌહાણ ઉ.વ.૨૭ રહે . રફાળેશ્વર, આંબેડકરનગર તા.જી.મોરબી
03
ગૌતમભાઇ જયંતિભાઇ મકવાણા ઉ.વ.૩૩ રહે લીલાપર, પ્રકાશનગર સોસાયટી, તા.જી મોરબી
०४
રોહીતભાઇ રાજેશભાઈ જીલરીયા ઉ.વ. ૨૯ રહે. તુલસીપાર્ક શેરી નં.-૦૧, પપ્પાજી ફનવલ્ડ પાછળ, મોરબી
04
વીરમભાઇ હમીરભાઈ કરોતરા ઉ.વ.૩૩ રહે. શકત શનાળા તા.જી.મોરબી
શરીર, મિલ્કત સબંધી ગુના
શરીર, મિલ્કત સબંધી ગુના
મધ્યસ્થ જેલ, વડોદરા
વ્યાજખોરીના ગુના
જીલ્લા જેલ, જુનાગઢ
જીલ્લા જેલ, ભાવનગર
વ્યાજખોરીના ગુના
મધ્યસ્થ જેલ, અમદાવાદ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ. એલ.સી.બી મોરબી, શ્રી.એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ. મો.સી.એ ડિવી.તથા શ્રી,કે.એ.વાળા પોલીસ ઇન્સ. મોરબી તાલુકા PSI શ્રી, એન.એચ.ચુડાસમા, શ્રી, કે.એચ.ભોચીયા એલ.સી.બી. તથા શ્રી, એ.વી.પાતળીયા મો.સી.એ ડિવી તથા શ્રી.વી.જી.જેઠવા મોરબી તાલુકા પો.સ્ટે. તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મો.સી. એ ડિવી., મોરબી તાલુકા પો.સ્ટે. તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો પારેખ પરિવાર*

Hello Morbi

*HELLO MORBI: મોરબી રેવન્યુ બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખ, સંજયભાઈ રાજપરા ના પુત્ર, શિવ, એ ચિત્ર સ્પર્ધા માં પ્રથમ અને પુત્રી ચેલ્સી રાજપરા એ યુવા ઉત્સવમાં પ્રદેશકક્ષાએ બીજુ સ્થાન મેળવ્યું.*

editor

*મોરબી પાલિકા ઉપપ્રમુખ અને પાલિકા પ્રમુખના પતિ કોરોના પોઝિટિવ*તાલુકા પંચાયતમાં પણ કોરોનાનો પંજો ફરી વળ્યો : સિવિલના તબીબો પણ સંક્રમિત*

Hello Morbi

Leave a Comment