• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ડાયાબિટીસના કારણે પગ કાપવાની સલાહ મળ્યા બાદ પણ બચી ગયો દર્દીનો પગ: આયુષ હોસ્પિટલમાં સફળ પ્લાસ્ટિક સર્જરી*

*ડાયાબિટીસના કારણે પગ કાપવાની સલાહ મળ્યા બાદ પણ બચી ગયો દર્દીનો પગ: આયુષ હોસ્પિટલમાં સફળ પ્લાસ્ટિક સર્જરી*

મોરબી: વર્ષોથી ડાયાબિટીસથી પીડાતા દર્દીએ છેલ્લા 8 વર્ષથી ડાયાબિટિક ફૂટ (Diabetic Foot) ના કારણે ન ભરાતા ઘાવની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘાવ એટલો વધુ ગંભીર થઈ ગયો હતો કે મોટી શહેરોની હોસ્પિટલોમાં તપાસ કરાવતાં પગ કાપવાની સલાહ આપવામાં આવી હતી.
આવામાં, મોરબીની આયુષ હોસ્પિટલમાં કરવામાં આવેલી સફળ પ્લાસ્ટિક સર્જરી પછી હવે ઘાવ સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે અને દર્દીનું પગ કાપવાનું ટળી ગયું છે.

દર્દી માટે આશાની કિરણ બનીને આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયલ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. તેમણે પ્લાસ્ટિક સર્જરી દ્વારા ઘાવનું યોગ્ય રીતે નિદાન કરી સારવાર આપી, જેના પરિણામે દર્દી હવે સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે અને તેના પગનું રક્ષણ થયું છે.
દર્દી તથા તેના પરિવારજનોએ ડૉ. આશિષ હડિયલ તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો દિલથી આભાર વ્યક્ત કર્યો.
આ સફળ સારવાર ડાયાબિટીસથી પીડાતા અનેક દર્દીઓ માટે આશાનું સંદેશ આપે છે કે, યોગ્ય સમયે યોગ્ય નિષ્ણાતની સલાહ અને આધુનિક સારવાર મળી રહે તો ડાયાબિટિક ફૂટ જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ પગ બચાવી શકાય છે.

Related posts

*HELLO MORBI:દેહદાતા તેમજ ચક્ષુદાતા ડીસાના દિનેશભાઈ દવેનું કરવામાં આવેલ મરણોતર સન્માન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ શરૂ*

editor

*મોરબી સિરામિક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા કામકાજ બંધ રાખીને મૃતકોના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરાશે*

Hello Morbi

Leave a Comment