• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ભાભરના હરિભક્તોએ ડીસા ખાતે સામૂહિક રીતે લાલો ફિલ્મ નિહાળી*

*જલારામ ગૌ સત્સંગ મંડળ ભાભરના હરિભક્તોએ ડીસા ખાતે સામૂહિક રીતે લાલો ફિલ્મ નિહાળી*
જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા ઉપર શ્રધ્ધા અને વિશ્વાસ રાખવાથી ખૂબ જ સારૂં પરિણામ મળે છે તેવા હેતુ સાથે નિર્માણ પામેલ ગુજરાતી ફિલ્મ ” લાલો.. શ્રીકૃષ્ણ સદા સહયતે” અત્યારે અનેક શહેરોમાં ધૂમ મચાવી રહી છે.
દરેક નગરમાં આ ફિલ્મ નિહાળવા લોકો સામૂહિક રીતે જઈ રહ્યા છે.ભાભર ખાતે છેલ્લા 63 ગુરૂવારથી અખંડિત રીતે જલારામ ગૌ સત્સંગ મંડળના માધ્યમથી પૂજ્ય જલારામ બાપાનાં નિરંતર ભજન થાય છે.પૂજ્ય જલારામ બાપાના ભજનથી ભાભર નગરમાં એક અલૌકિક ,દિવ્ય, પવિત્ર અને આધ્યાત્મિક માહોલ ઉભો થયો છે.જલારામ ગૌ સત્સંગ મંડળ ભાભરના અંદાજે 60 જેટલા હરિભક્તો સામૂહિક રીતે ડીસા ખાતે રાજમંદિર સિનેમામાં લાલો ફિલ્મ જોવા માટે આવ્યા હતા.જલારામ મંદિર ડીસા ખાતે ભગવાનભાઈ બંધુ, દીલીપભાઇ રતાણી, આનંદભાઈ પી ઠક્કર, કલ્પેશભાઈ -લાલાભાઈ, પૂજાબેન ઠક્કર, ગણપતભાઈ અખાણી, રમેશભાઈ પટેલ સહિત સૌએ ભાભરના હરિભક્તોનું સ્વાગત કર્યું હતું.દર્શન તેમજ ભોજન પ્રસાદ બાદ ભાભરના જલારામ ભક્તોએ પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીના વ્યાસાસને ડીસા નગરમાં ચાલતી ગૌ કૃપા કથામાં હાજરી આપી રૂપિયા 11000 ની ગૌસેવા અર્પણ કરી હતી.ત્યારબાદ સૌએ લાલો ફિલ્મ નિહાળી નિજાનંદનો અહેસાસ કર્યો હતો.
જલારામ ગૌ સત્સંગ મંડળ ભાભરના સર્વ મહેશભાઈ કાનાબાર, જસવંતભાઈ ઠક્કર,ડો.નરેશભાઈ અખાણી, હાર્દિક ગોકલાણી, અરવિંદભાઈ ઠક્કર, રાજુભાઈ ઠક્કર, ભરતભાઈ ત્રિવેદી, ગોપાલભાઈ, સુનીલભાઈ ગોકલાણી,રસીલાબેન ઠક્કર,પ્રતિક્ષાબેન ઠક્કર,નિરૂપમાબેન ઠક્કર, ગીતાબેન ઠક્કર સહિત સૌએ સાથે મળીને આ સફળ આયોજન કર્યું હતું.

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં આગામી ૪ મે સુધી પ્રવેશબંધી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવા સાંસદની રજૂઆત*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.ઠાકરશીભાઈ પુંજાભાઈ મિસ્ત્રી પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૧૦ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment