• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વિકસીત ભારતની થીમ માટે આઈકોન બનેલ મુન્દ્રાની શ્રેયા અખાણીનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન*

વિકસીત ભારતની થીમ માટે આઈકોન બનેલ મુન્દ્રાની શ્રેયા અખાણીનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન
ભારતના યુગપુરુષ તેમજ દ્ષ્ટિસંપન્ન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતના વિકાસ માટે પ્રેરણાદાયી મહેનત કરી રહેલ છે.વિવિધ યોજનાઓ થકી ભારતના વિકાસ માટે પ્રયત્નો થઇ રહ્યા છે.ભારત દેશની યુવા પેઢી વિકસીત ભારતનો પ્રચાર પ્રસાર કરી સૌ સુધી આ માહિતી પહોંચાડી રહેલ છે.
મૂળ ભાભરના વતની હાલ મુન્દ્રા કચ્છ ખાતે રહેતા જગદીશભાઇ અખાણીની લાડકવાયી દીકરી ચિરંજીવી શ્રેયા અખાણી અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે.ખૂબ જ સારૂં વાંચન, અધ્યયન, વાક્ચાતુર્ય તેમજ અભિવ્યક્તિને લીધે તેની વિકસીત ભારત થીમના આઈકોન તરીકે પસંદગી થયેલ છે.આ અનુસંધાને તાજેતરમાં જ ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શ્રેયા અખાણી પ્રવચન આપવા માટે પધારેલ.તેણે જલારામ મંદિર ડીસા ખાતે પધારી પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
આ દિવ્ય અવસરે જલારામ ભકતો સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, બળદેવભાઇ રાયકા, આનંદભાઈ પી ઠક્કર, ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર, હિતેશભાઈ સોનપાલ, કલ્પેશભાઈ -લાલાભાઈ, રમેશભાઈ આયા, ઈશ્વરભાઈ રાવળ, રમેશભાઈ પટેલ, ગણપતભાઈ અખાણી, જયંતિભાઈ મજેઠીયા,નીતીનભાઈ સોનપાલ સહિત સૌએ શ્રેયા અખાણીનું ફૂલછડી, જલારામ દર્શન તેમજ સાલથી દબદબાભેર સન્માન કરી અભિનંદન આપ્યા હતા.સૌએ પૂજ્ય જલારામ બાપાની સાંજની આરતીમાં ભાગ લીધો હતો.શ્રેયા અખાણીએ પોતાનો પ્રતિભાવ વ્યકત કર્યો હતો.

Related posts

*HELLO MORBI: મોરબી માં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના ૧૧૨ માં સ્થાપના દિવસ ની ધામધૂમથી ઉજવણી*

Hello Morbi

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ શરૂ*

Hello Morbi

*ગીર સોમનાથ જિલ્લા ના ૨૦ માછીમારો પાકીસ્તાન જેલ માં થી મુક્ત કરવામાં આવ્યા*

Hello Morbi

Leave a Comment