• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના સેવાભાવી અગ્રણી ભગવાનભાઈ બંધુનું રાયકા ટાઈમ્સ ઈન્ડિયા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડથી કરવામાં આવેલ સન્માન*

ડીસાના સેવાભાવી અગ્રણી ભગવાનભાઈ બંધુનું રાયકા ટાઈમ્સ ઈન્ડિયા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડથી કરવામાં આવેલ સન્માન
સમાજસેવા,જીવદયા સહિત અનેક સેવાભાવી કામો સાથે સંકળાયેલા સનાતની એકતાના પ્રખર હિમાયતી ડીસાના ભગવાનભાઈ બંધુનું તેમના જન્મદિવસ 11 ડિસેમ્બરે રાજમંદિર સિનેમા ડીસા ખાતે રાયકા ટાઈમ્સ ઈન્ડિયાના પ્રમુખ બળદેવભાઇ રાયકા અને તેમની ટીમ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.એ દિવસે જીવ ફિલ્મનો પ્રિમિયર શો પણ રાખવામાં આવ્યો હતો.
છેલ્લા આઠ વર્ષથી ડીસા નગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના માધ્યમથી નિયમિત દર ગુરૂવારે સૌના સાથ સહકારથી પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે તેનું ખૂબ જ વ્યવસ્થિત સંકલન અને સંચાલન ભગવાનભાઈ બંધુ દ્રારા કરવામાં આવે છે.આ ભજનના માધ્યમથી સનાતની હિંદુ એકતા તેમજ જીવદયાનું મહાન પૂન્યકાર્ય થઈ રહેલ છે.માત્ર પૂજ્ય જલારામ બાપાના ભજનના માધ્યમથી જ અત્યાર સુધી રૂપિયા બે કરોડ જેટલી ગૌસેવા ચાલીસ જેટલી ગૌશાળાઓને કરવામાં આવી છે. વાલ્મિકી સમાજથી લઈને હિંદુ સનાતન ધર્મના તમામ સમાજમાં પૂજ્ય જલારામ બાપાના ભજન દ્વારા સનાતની એકતા તેમજ જાગૃતિ માટે અદભૂત પ્રયત્નો કરવામાં આવ્યા છે.
સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી જ પ્રેરણા લઈને જેમ રજવાડાઓનું એકત્રિકરણ કરાયું હતું તેવી રીતે જ ડીસા નગરની વિવિધ ક્ષેત્રોની અંદાજે 200 જેટલી સંસ્થાઓની માહિતી એકત્ર કરી ડીસા નગરના 200 મા જન્મદિવસ નિમિત્તે ભગવાનભાઈ બંધુ દ્રારા બંધુ સેવા ટ્રસ્ટના માધ્યમથી જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યના માર્ગદર્શન હેઠળ સંસ્થા સેતુ ડિરેક્ટરી બનાવવામાં આવી છે જેને પણ ઐતિહાસિક પ્રતિસાદ મળેલ છે.
ડીસા નગરની તમામ ક્ષેત્રોની સંસ્થાઓના પદાધિકારીઓને જલારામ મંદિર ડીસાના માધ્યમથી સન્માનિત કરી સૌને જોડવાનું મહત્વનું કામ ભગવાનભાઈ બંધુ મારફત થયું છે.
સનાતની હિંદુ સંગઠન, સંસ્થા સેતુ તેમજ જીવદયાની તેમની આ પ્રેરણાદાયી કામગીરીને ધ્યાનમાં લઈને રાયકા ટાઈમ્સ ઈન્ડિયાના પ્રમુખ બળદેવભાઇ રાયકા તેમજ ટીમ દ્વારા ભગવાનભાઈ બંધુનું સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે પૂજ્ય રામરતનજી મહારાજ,કનુભાઈ આચાર્ય, મહેશભાઈ મનવર, શશીકાંતભાઈ ડી ઠક્કર, પિયુષભાઈ આચાર્ય, કમલેશભાઈ રાચ્છ,ભગવાનભાઈ માળી, કલ્પેશભાઈ -લાલાભાઈ, પ્રકાશભાઈ મજેઠીયા, હિતેશભાઈ સોનપાલ, વિક્રમભાઈ માળી, આર.ડી.ઠકકર,અમરતભાઈ માળી, વિપુલભાઈ ગોહિલ, અશોકભાઈ મજેઠીયા સહિત અનેક સેવાભાવી અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલમાં આંગણવાડી વર્કર પડતર માંગણીઓને લઈને કામગીરીથી અળગા*

editor

*મોરબીના મણી મંદિર નજીક ટ્રેકટરે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ*

Hello Morbi

*સાંસદ મોહનભાઈ કુંડારિયાની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સનું લોકાર્પણ*

Hello Morbi

Leave a Comment