• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસાનો યુવાન જયકુમાર ઠકકર એમ.બી.બી.એસ.થઈ જતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયું દબદબાભેર સન્માન*

ડીસાનો યુવાન જયકુમાર ઠકકર એમ.બી.બી.એસ.થઈ જતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયું દબદબાભેર સન્માન
શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા ઓજસ્વી,તેજસ્વી,પ્રભાવી,પ્રગતિશીલ તેમજ કર્મયોગી વ્યક્તિત્વોનું સતત સન્માન કરવામાં આવે છે.ડીસાનું ખૂબ જ સેવાભાવી અને ધાર્મિક પરિવાર મુકેશભાઈ નારણલાલ ઠકકર તેમજ શ્રીમતી જાગૃતિબેન ઠકકરનો લાડકવાયો દીકરો અમદાવાદની જી.સી.એસ.મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.કરી ડોક્ટર બનતાં તેનું શુભેચ્છક ગ્રુપ દ્રારા સાલ,ફૂલછડી તેમજ ગાય માતાની મૂર્તિ દ્રારા દબદબાભેર સન્માન કરાયું હતું.
આ પ્રેરણાદાયી અવસરે સર્વ યશવંતશાસ્ત્રીજી મહારાજ,ગફુલભાઈ દેસાઈ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,મહેશભાઈ ઉડેચા,દિલીપભાઈ રતાણી, દેવચંદભાઈ એન.ઠકકર,ભગવાનભાઈ બંધુ,નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,આનંદભાઈ પી.ઠકકર,દિલીપભાઈ વકીલ,દિનેશભાઈ ચોકસી,બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,ઈશ્ર્વરભાઈ રાવળ,દિનેશભાઈ કવિરાજ,કિશોરભાઈ ઠકકર સહિત સૌ મિત્રોએ ખાસ ઉપસ્થિત રહી ડો.જયકુમારનું સન્માન કરી અભિનંદન સાથે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.
ડો.જયકુમાર ઠકકર પરિવારના સર્વ રમેશભાઈ એન.ઠકકર,મુકેશભાઈ એન.ઠકકર તેમજ જાગૃતિબેને સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી એમના નારણલાલ કાળીદાસ ઠકકર પરિવાર વતી જલારામ સત્સંગ મંડળ ડીસાને ગૌસેવા હેતુ રૂપિયા 2500 અર્પણ કર્યા હતા.ડો.જયકુમાર ઠકકરે ભવિષ્યમાં જરૂરિયાતમંદોની વધારે ને વધારે સેવા કરવાની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સિરામિક ઉદ્યોગની આટલી સિદ્ધિઓ છતાં મોરબીમાં લેબ ટેસ્ટ કે ટ્રેનિંગ સેન્ટર થી વંચિત*

editor

*સુરતમાં આપના કોર્પોરેટરે દારૂના ના અડ્ડા પર જનતા રેડ કરી આપ ગુજરાતમાં દારૂ નાબૂદ કરશે!?*

Hello Morbi

Leave a Comment