• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ વાંકાનેર એપીએમસી ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

*મોરબી આરટીઓ વાંકાનેર એપીએમસી ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
મોરબી RTO વિભાગના ઈન્સપેક્ટરશ્રી આર. એ. જાડેજા દ્વારા એપીએમસી, વાંકાનેર ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ અહીં આવતા ટ્રેકટર, રિક્ષા, ટ્રક અને પિકઅપ સહિત ના વાહનો ને રેડિયમ લગાડવામાં આવ્યા હતા અને ડ્રાઇવરો ને રોડ સેફ્ટી અંગે સમજ આપવામાં આવી હતી.
જિલ્લા મા માર્ગ અકસ્માતો ની સંખ્યા ઘટે તે માટે જિલ્લા માર્ગ સલામતી સમિતી ની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા સતત સક્રિય કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ , સ્કૂલો મા સેમિનાર, ગ્રામ સભા વગેરે નો સમાવેશ થાય છે. એપીએમસી, વાંકાનેર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાક ને લઈને ટ્રેક્ટર મારફતે અહી આવે છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય માર્ગ અકસ્માત ન સર્જાય તે માટે ટ્રેક્ટર ચાલકો ને માર્ગ સલામતી અંગે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ ઉપરાંત અહીં આવેલા લગભગ 72 જેટલા ટ્રેકટર ટ્રેઇલર મા રેડિયમ લગાડવામાં આવ્યા હતા, જેથી રાત્રીના સમય દરમિયાન રસ્તા પર બીજા વાહનોને સરળતાથી ટ્રેક્ટર ટ્રોલીને જોઈ શકે અને અનિચ્છનિય ધટનાને રોકી શકાય.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના લાલપર આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા યાત્રા’ ના આયોજન અંગેની બેઠક કલેક્ટરશ્રી કિરણ ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યેનેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment