• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નેશનલ હાઇવે થી માળિયા સુધીનો રસ્તો તાત્કાલિક રિપેર કરવા સી એમ ને રજૂઆત*

પ્રતિ. તા. ૨૭./૦૧/૨૦૨૨.

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ

ગુજરાત રાજ્ય

નવા સચિવાલય

ગાંધીનગર

 

વિષય – નેશનલ હાઇવે થી માળિયા (મી.) સુધી નો રસ્તો તાત્કાલિક રીપેર કરવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી

 

જય ભારત શાથ ઉપરોકત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે મોરબી જીલ્લા માં માળિયા (મી.) તાલુકો આવેલ છે. જે હમેશા ઓરમાન વર્તન નો શિકાર રહ્યો છે.

 

માળિયા (મી.) ગામ માં સુવિધા ના નામે મીંડું છે. ગામ માં રોડ, ભૂગર્ભ ગટર, પાણી ની વ્યવથા ખુબજ ખરાબ છે.

 

આ માળિયા (મી.) માં બસસ્ટેન્ડ પણ નથી. તાલુકા પંચાયત કચેરી ભંગાર હાલત માં છે. હોસ્પિટલ માં પુરતી સુવિધા, ડોક્ટર અને દવાઓ નો અભાવ છે .

 

આ ઉપરાંત માળિયા જે નેશનલ હાઇવે ૮-અ થી જે રસ્તા થી જોડાયેલ છે. તે રસ્તો ખુબજ બિસ્માર હાલત માં છે. વારંવાર રજુઆતો કરવા છતાં તંત્ર માં આ બાબતે કઈ ધ્યાન આપતું નથી. તો અમારી માંગણી છે કે આ રોડ નું રીપેરીંગ તાતાક્લીક કરવામાં આવે તે માટે યોગ્ય આદેશો કરવા વિનંતી.

 

જો આવું કરવામાં નહી આવે તો ના છૂટકે અમારે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યકર્મો આપવા ની ફરજ પડશે. તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા વિનતી.

 

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૨) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૩) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય

ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*જામનગરના જાંબુડા સી એચ સી હોસ્પિટલ માં સેવા આપનાર ને સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI: મોરાણા: એક વ્રુક્ષ માકેનામ કાર્યક્રમ મા ધારાસભ્ય મેઘજીભાઈ જોડાયા*

editor

*જામનગર ના સાંસદ પૂનમબેન માડમે એસ ટી રૂટ ફરીથી શરૂ કરાવવા પ્રયાસ કર્યો*

Hello Morbi

Leave a Comment