• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા ન𝐭ગરમાં 𝟑𝟗𝟒 મા ગુરૂવારે કાંતિલાલ શીવાભાઈ નાઈ પરિવારના નિવાસસ્થાને ભજનની જામી રમઝટ*

ડીસા નtગરમાં 394 મા ગુરૂવારે કાંતિલાલ શીવાભાઈ નાઈ પરિવારના નિવાસસ્થાને ભજનની જામી રમઝટ
છેલ્લા આઠ વર્ષથી ડીસા નગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા અતિ નિયમિતપણે સમયબધ્ધ રીતે દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.ભજન દ્રારા થતી તમામ આવક ગૌસેવા હેતુ વાપરવામાં આવે છે.
394 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન કાંતિલાલ શીવાભાઈ નાઈ પરિવારના નિવાસસ્થાને શાલીગ્રામ રેસીડેન્સી ખાતે રાખવામાં આવ્યાં હતાં.ડીસા નગરમાં શાલીગ્રામ રેસીડેન્સી ખૂબ જ ધાર્મિક,પૂન્યશાળી, ભાગ્યશાળી અને નસીબદાર સોસાયટી છે કે જ્યાં અત્યાર સુધી અંદાજે આઠ ગુરૂવારનાં ભજન થઈ ચૂક્યાં છે.લગ્નગાળો હોવા છતાં ખૂબ જ સારી સંખ્યામાં જલારામ ભક્તો કાંતિલાલ શીવાભાઈ નાઈના હાર્દિક નિમંત્રણથી પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાંતિલાલ શીવાભાઈ નાઈ પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જલારામ બાપાના ભજનમાં સમર્પિત ભાવથી ઘણા લાંબા સમયથી કાર્યરત એવા સુભાષભાઈ ઠક્કર અને શ્રીમતી શિલ્પાબેન સુભાષભાઈ ઠક્કરના લગ્નદિવસ અનુસંધાને તેમની ગૌસેવા પ્રાપ્ત થતાં તેમનું પણ શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે રૂપિયા 51000 એકાવન હજાર જેટલી ગૌસેવા પ્રાપ્ત થઈ હતી.આગામી ગુરૂવારે પિન્કાબેન મનોજભાઈ પટેલ પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન હોઈ તેમણે સૌને આમંત્રણ આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*ભાજપે જામનગરમાં 21 વર્ષની મનીષા બાબરીયાને ચૂંટણીના જંગમાં ઉતારી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *ભારત દેશને વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જનાર યુગપુરુષ નરેન્દ્રભાઇ મોદી આજે વિશ્વ પુરૂષ બની ચૂકયા છે*

editor

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લામાં હાઇવે ઉપર ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

Leave a Comment