• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર શહેર ખાતે ચોર સમજી હત્યા નીપજાવનાર સાત ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી મોરબી એલસીબીની ટીમ અને વાંકાનેર સિટી પોલીસ ની ટીમ*

વાંકાનેર શહેર ખાતે ચોર સમજી અજાણ્યા મજુરને બોથડ પદાર્થના ઘા મારી ખુન કરનાર સાત ઇસમોને ગણતરીની કલાકોમાં પકડી પાડી વણશોધાયેલ ખુનનો ગુનાનો શોધી કાઢતી એલ.સી.બી. મોરબી તથા વાંકાનેર સિટી પોલીસ
તા.૧૬/૦૫/૨૦૨૩
ગઇ તા.૧૦/૦૫/૨૦૨૩ થી તા.૧૨/૦૫/૨૦૨૩ દરમ્યાન વાંકાનેર શહેરમાં જુના લુણીસરીયારોડ થી વીસીપરારોડ ઉપર ધમલપરગામની સીમમાં એક અજાણ્યો માણસ જેની ઉં.વ.૨૨ વર્ષના કોઇ અજાણ્યો ભીક્ષુક જેવો લાગતો પુરૂષ બેભાન હાલતમાં મળી આવેલ હોય જેને પ્રથમ વાકાનેર તથા વધુ સારવારમાં રાજકોટ રીફર કરતા આ અજાણ્યા પુરૂષના શરીર ઉપર ખુબ જ મુઢ મારના નિશાનો દેખાતા હોય જે પુરૂષ સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય અને તેની લાશનું પી.એમ. કરાવતા તેનું મૃત્યુ મુઢ માર મારવાના કારણે થયેલનું જણાય આવેલ તેમજ મરણજનાર બાવટ કારખાનામાં મજુરી કામ કરતો હોય જે તા.૧૦/૦૫/૨૦૨૩ ના રાતના સમયથી હુવા- માટેલરોડ ઉપર આવેલ બાવટ કારખાના ખાતેથી ગુમ હોય જેની તપાસ કારખાનાના મજુર કોન્ટ્રાકટર કરતા હોય જે કોન્ટ્રાકટરને આ ઇજાગ્રસ્ત નો ફોટો બતાવતા તેણે ઇજાગ્રસ્તને ઓળખી લઇ મરણજનાર કાર્તિકસીંગ રૂાાસીંગ ઉ.વ.૩૧ રહે અજોધીયા. વાયા નિલાગીરી તા. ચિત્રકૂટ, જિ. બાલેશ્વર ઑડીસા વાળો હોવાનું જણાવેલ અને જેને કોઇ અજાણ્યા માણસોએ કોઇ અગમ્ય કારણસર મુઢ મારમારી મારીનાખી અંગેની અજાણ્યા ઇસમો વિરૂધ્ધ વાંકાનેર સીટી પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર, નં.૦૩૭૧/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૦૨,૩૨૩, તથા જી.પી.એ.ક.૧૩૫ મુજબની ફરીયાદ આપતા વાંકાનેર સિટી ખાતે ગઇ તા.૧૩/૦૫/૨૩ નારોજ રજી. કરી બાગળની તપાસ વાંકાનેર સિટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી. પી.ડી.સોલંકી નાઓ બાગળની તપાસ ચલાવેલ છે.
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા અંગે શ્રીઅશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ સુચના મોરબી પોલીસ અધિક્ષક શ્રી, સહુલ ત્રિપાઠી સા ની સીધી સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ મોરબીના પોલીસ ઇન્સપેકટર શ્રી, ડૉ એમ હોલ તથા શ્રી, પી.ડી,સોલંકી પોલીસ ઇન્સ, વાંકાનેર સિટી પો.સ્ટે. તથા પો.સબ.ઇન્સ.શ્રી, કે.જે ચૌહાણ, શ્રી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. ૪ પેરોલ ફર્લો સ્કવોડ ટેકનીકલ સ્ટાફ તથા વાંકાનેર સિટી પી.સ્ટે.ના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા સારૂ તમામ પ્રયત્નો હાય ધરેલ
તપાસ દરમ્યાન મરણ જનારને વાંકાનેર લુણસરીયા થી વીસીપરા રોડ, વચ્ચે અજાણ્યા માણસોએ ચોર સમજી બોથડ પદાર્થ દ્વારા મુંઢમાર મારનાર આરોપી બાબતે ખાનગી બાતમીદાર, હ્યુમન ઇન્ટેલીઝન્સ સોર્સીશ મારફતે ચોકકસ હકિકત મોરબી એલ.સી.બી.ને મળતા જે અનુસંધાને નીચે જણાવેલ ઇસમોને અલગ અલગ જગ્યાએથી હસ્તગત કરવામાં આવેલ જેઓની આગવી ઢબે પુછપરછ કરતા તમામે ઇસમોએ સદરહુ ગુનો આચરેલાની કબુલાત આપતા નીચે જણાવેલ તમામને ઉપરોકત ગુનાના કામે વાંકાનેર સિટી પો.સ્ટે. ખાતે અટક કરવામાં આવેલ છે.
આમ, વાંકાનેર સિટી પો.સ્ટે. ના વણશોધાયેલ ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી પકડી પાડી વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં એલ.સી.બી. મોરબી તથા વાંકાનેર સિટી પોલીસને સફળતા મળેલ છે.
આરોપીઓના નામ-સરનામું:-
(૧) સાહિલ ઉર્ફે ગબ્બર અબ્દુલભાઇ હાલા જાતે.સંધી ઉ.વ.૨૨ રહે.હાલ ભાટીયા સોસાયટી,૨૫ મકાન પાસે, વાંકાનેર જી.મોરબી
(૨) સચિન ઉર્ફે ચઢ્યો રસિકભાઇ ગોહિલ જાતે.કારડીયા ઉ.વ.૩૮ રહે.ભાટીયા સોસાયટી,ભુતનાથ મંદીરની બાજુમા વાંકાનેર જી.મોરબી
(૩) પારસભાઇ ઉર્ફે ભજ્જી ભરતભાઇ મકવાણા જાતે.કોળી ઉ.વ.૨૬ રહે.ભાટીયા સોસાયટી,રાજગોર સમાજની વાડી પાછળ વાંકાનેર જી.મોરબી
(૪) અમનભાઇ અબ્દુલભાઇ આંબલીયા જાતે.પીંજારા ઉ.વ.૧૯ રહે.ભાટીયા સોસાયટી,ભુતનાથ મંદીર પાછળ વાંકાનેર જી.મોરબી
(૫) યુવરાજસિંહ કપુરજી પરમાર જાતે.સોઢા દરબાર ઉ.વ.૨૦ રહે.ભાટીયા સોસાયટી,ભુતનાથ મંદીર
પાછળની શેરીમા વાંકાનેર જી.મોરબી
(૬) મોહશીનભાઇ કાસમભાઇ અજમેરી જાતે.પીંજારા ઉ.વ.૩૦ રહે.હાલ ભાટીયા સોસા.વાંકાનેર મુળ રહે.મોરબી કબીર ટેકરી શેરી નં.ર
(૭) મકસુદશા ઉર્ફે મખ્ખી કાસમશા શાહમદાર જાતે.ફકીર ઉ.વ.૨૬ રહે.ભાટીયા સોસા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.રાજકોટ ગંજી વાડા શેરી નં.૭૭
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી શ્રી, પી.ડી.સોલંકી પોલીસ ઇન્સ. વાંકાનેર સિટી પો.સ્ટે. તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ. ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ તથા વાંકાનેર સિટી પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં બાળ ભિક્ષાવૃત્તિ કરાવતા વાલીની અટકાયત કરી બાળકો તેમજ વાલીને કાયદાની સમજ અપાઈ*

editor

*કરીમ ભાઈ મલેક ને ગુજરાત પ્રદેશ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના વાઈસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી*

Hello Morbi

*મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે સોમવારે નવરંગ માંડવો યોજાશે*

Hello Morbi

Leave a Comment