
મોરબી તાલુકાના લીલાપરથી નવાગામ જવાના રસ્તે આવેલ પતરાવાળી દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી
એસ.ઓ.જી.ટીમ મોરબી
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તેમજ પોલીસ અધીક્ષકશ્રી મોરબીની સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. મોરબીએ ગેરકાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ વેચાણ ક૨તા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વા સુચના કરેલ હોય જે અન્વયે ચાર્ટર મુજબની કામગીરી દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે, ઉદયભાઈ રામખેલાવન વર્મા રહે.ઉત્તરપ્રદેશ વાળો મોરબી તાલુકાના લીલાપરથી નવાગામ જવાના રસ્તે આવેલ એકવાસેરા સેનેટરીવેર કારખાના સામે, પોતાના કબજા ભોગવટાની પતરાવાળી નાસ્તાની દુકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે સદરહુ જગ્યાએ રેઈડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮ (સી), ૨૦ (બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુન્હો ૨જી. કરાવેલ છે. આગળની કાર્યવાહી મોરબી તાલુકા પો.સ્ટે. દ્રારા હાથ ધરેલ છે.
આરોપી :-
ઉદયભાઈ રામખેલાવન વર્મા રહે.હાલ- લીલાપરથી નવાગામ જવાના રસ્તે આવેલ એકવાસેરા સેનેટરીવેર કારખાના સામે, તા.જી.મોરબી.
મુળ રહે.પુરનપુર, ખજુર, જમાલપુર, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ.
કબ્જે કરેલ મુદ્દામાલ :-
૧) ગાંજાનો જથ્થો કૂલ વજન ૨ કિલો ૬૦૬ ગ્રામ કિ.રૂ. ૧,૧૦,૩૦૦/-
(૨) ગાંજાના જથ્થાનુ વેચાણ કરી મેળવેલ રોકડ રૂપીયા ૧૪૦૦/-
૩) ગાંજો વેચાણ ક૨વા રાખેલ વજન કાંટો નંગ-૧ કિ.રૂ.૧૦૦/-
૪) મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,000/- વિગેરે મળી કુલ કિ.રૂ. ૧,૧૬,૮૦૦/-
