• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે અમો પોલીસ ઇન્સપેક્ટર પી.એ.દેકાવાડીયા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અમો તથા અત્રેના પો.સ્ટે. નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન અ.હે.કો. નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ, પો.કોન્સ. કિર્તિસિંહ બહાદુરસિંહ નાઓની ખાનગી હકીકતના આધારે શ્રધ્ધાપાર્ક સોસા., યમુના સોસા. ની બાજુમા, નવલખી રોડ મોરબી ખાતેથી આરોપી હરેંદ્રસિંહ ઉર્ફે ભુરો કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા જાતે-દરબાર ઉ.વ.૪૩ રહે- શ્રધ્ધાપાર્ક સોસા., યમુના સોસા. ની બાજુમા, નવલખી રોડ મોરબી મુળગામ-મોટા દહીસરા તા.માળીયા જી.મોરબી નાઓને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલો નંગ- ૫૫૨ કિં.રૂ.૧,૮૪,૨૦૦/- નો મુદામાલ સાથે આરોપીને સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે
આ કામગીરીમા પો.સ.ઇ. જે.એલ.ઝાલા, એ.એસ.આઇ. મદારસિહ માલુભા મોરી, પો.હેડ.કોન્સ. ભગવાનભાઇ રામજીભાઇ, નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, પો.હેડ.કોન્સ. વિજયભાઇ મુળુભાઇ ચાવડા, અ.હે.કો. સી.કે.પઢીયાર, અ.પો.કો. ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન કિશોરદાન એમ પો.સ્ટાફના માણસો કામગીરીમા સાથે મદદમા રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI: મોરબી પોલીસ વિભાગ દ્વારા આયોજિત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓ તથા પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન અપાયું*

editor

*જોડિયા તાલુકાના પીઠડ ગામે તાલુકા શાળા નો 139 મો જન્મ દિવસ ઉજવાયો*

Hello Morbi

*HELLO MORBI:હળવદ પો.સ્ટે.ના ખનીજ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

editor

Leave a Comment