• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મિશન લાઇફ (લાઇફ સ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ) અંગેની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઇ*

પર્યાવરણની સતુલન જાળવવા મોરબી જિલ્લામાં મિયાવાકી પધ્ધતિથી વન બનાવી મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરાશેઃ વોટર હાર્વેસ્ટીંગ, સોલાર રૂફટોપ, સાયકલ, કાપડની થેલીઓને પ્રોત્સાહન આપવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયુ
મોરબી તા. ૧૬ માર્ચ,
ભારત સરકારના મિશન લાઇફ (લાઇફ સ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ) અંગેની બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. સમગ્ર બેઠકનું સંચાલન સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષકશ્રી તથા મિશન લાઇફ પ્રોજેકટના નોડલ ઓફિસરશ્રી યુવારાજસિંહ ઝાલાએ કર્યુ હતું.
મોરબી જિલ્લામાં કલાઇમેંટ ચેંજની અસર ઘટાડવા માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવા સબંધિત અધિકારીઓને કામગીરી સોપાઇ હતી તેમજ યોજના હેઠળ થયેલી કામગીરીની સમિક્ષા પણ કરવામાં આવી હતી.

નાયબ વન સંરક્ષકશ્રી યુવારાજસિંહ ઝાલાએ મિશન લાઇફનો હેતુ વિશે જણાવ્યુ હતું કે, સમગ્ર વિશ્વ વર્તમાનમાં પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહયુ છે ત્યારે ભારત સરકાર દ્વારા આપણો દેશ આ દિશામાં માર્ગ બતાવી રહયુ છે. મિશન લાઇફએ પર્વારણ સાથે સંતુલન જાળવી સભાન જીવન કેળવવા માટેનું જન આંદોલન છે. આ મિશનનો મુખ્ય ઉદેશ વિચાર વિહીન વપરાશને બદલે વિચારપૂર્વક આગળ વધાવાનો છે. મિશન લાઇફની મહત્વની લાક્ષણિકતા ૨૦૨૭ સુધીમાં વિશ્વભરમાં વધુને વધુ લોકોને પર્યાવરણીય લક્ષી સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની પણ છે.
આ બેઠકમાં મિશન લાઇફ અન્વયે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં મિયાવાકી પધ્ધતિથી વન બનાવી મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરાશે. તેમજ વોટર હાર્વેસ્ટીંગ અને સોલાર રૂફટોપનો પણ વધુને વધુ સરકારી કચેરીઓમાં ઉપયોગ થાય તે માટે કામગીરીને અગ્રતા આપવા જણાવાયુ હતું. વિવિધ કાર્યક્રમોના મારફતે પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા તથા આવી થેલીઓનું વિતરણ કરવા તેમજ પરિવહન માટે સાયકલનો ઉપયોગ કરવા, ઇવેસ્ટમાં ધટાડો કરવા જણાવાયુ હતું. તેમજ આ અંગે જનજાગૃતિ ફેલાવવાની પણ ચર્ચા થઇ હતી.

આ તકે પ્રાંત અધિકારીશ્રી ઉંમગ પટેલ, કાર્યપાલક ઇજનેરશ્રી ડી. સોલંકી, સીડીએચઓ ડો. પવનકુમાર શ્રીવાસ્તવ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કમલેશ મોતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

*મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીખોખરા હનુમાન હરિહર ધામ પાવન પરિસર ખાતે પંચ દિવસ ધરમોત્સવ નું ભવ્યથી દિવ્ય આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા જલારામ મંદિરે ડોક્ટર બનનાર દીકરીનું કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

Leave a Comment