મોરબી ના નવા બસ સ્ટેન્ડ માં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
મોરબી નવા બસ સ્ટેશન ખાતે મોરબી મહાનગરપાલિકાના માનનીય કોર્પોરેટર શ્રી ભગવતીબેન કુંડારીયા તથા દર્શનાબેન ભીમાણી ડ્રેનેજ સમિતિના ચેરમેન શ્રી નવનીતભાઈ કુંડારિયા, નગરપાલિકાની સ્વચ્છતા ની ટીમ તેમજ મોરબી વિસ્તારની ક્લિન ઇન્ડિયા ટીમના સૌજન્ય અને ડેપો મેનેજર સહિત એસ.ટી. સ્ટાફની સંયુક્ત ભાગીદારી હેઠળ મોરબી નવા બસ સ્ટેશન ખાતે સ્વસ્છતાથી સેવા સંકલ્પ કાર્યક્રમ હેતુ શ્રમદાનનું આયોજન કરી સ્વચ્છતા માં સહભાગી થઈ, બસ સ્ટેશનના મુસાફરો અને રાહદારીઓને સ્વચ્છતાની નૈતિક ફરજ માટે જાગૃતિ કેળવવા એક સુંદર મેસેજ આપેલ અને પ્લાસ્ટિક મુક્ત ઈકોફ્રેન્ડલી ક્લીનીંગ અંગે પ્રેરણાનો સુંદર મેસેજ પણ વ્યક્ત કરવામાં આવેલ. આ સફાઈ અભિયાન માં મોરબી એસટી ડેપો મેનેજર પી જી કુપાવત સહિત સ્ટાફ જોડાયો હતો


