
મોરબી એસટી ડેપો ની મુલાકાત લેતા જીલ્લા કલેકટર એસટી વિભાગ ના અધિકારીઓ જીલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે ની મુલાકાત આવકારી સ્વાગત કર્યું
આજરોજ મોરબી જિલ્લાના માન. કલેક્ટર શ્રી ખરે સાહેબે મોરબી બસ સ્ટેશન ખાતે મુલાકાત લઈ બસ સ્ટેશન, બસની સુવિધા મુસાફરની વ્યવસ્થા, ટોયલેટ તેમજ પ્લેટફોર્મની વિગતોનો ચિતાર મેળવ્યો હતો ત્યારબાદ કલેક્ટર સાહેબે વિદ્યાર્થીની અને પેસેન્જર સાથે સંવાદ કર્યો અને પેસેન્જર ફીડબેક તથા સ્વચ્છતા QR કોડ ફીડબેક ના આધારે વિ.નિ. શ્રી સાહેબ સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. માન. કલેક્ટર સાહેબે ઓનલાઇન રિઝર્વેશન, કેસ કલેક્શન સીસ્ટમ,કેશિયર સાથે EBTM મશીન અને હિસાબ રોકડ તાળામેળ, જીપીએસ મોનિટરિંગ તથા વર્કશોપ ખાતે તમામ રેમ્પ માં બસ મેન્ટેનન્સ ની પ્રાથમિક વિગતો તથા બસની વોશિંગ મશીન ખાતે થનાર સફાઈની વિગતો ની માહિતી મેળવેલ હતી .ત્યારબાદ જૂના બસ સ્ટેશન ખાતે મુસાફરો ની બેઠક વ્યવસ્થા,એમીનિટી અને જનરલ પાર્કિંગની બાબતે જરૂરી સૂચન કરી મહેસૂલી જમીન દરખાસ્ત માટે માર્ગદર્શન આપેલ.
વિભાગીય નિયામક શ્રી એમ. પી. રાજ સાહેબ, રાજકોટ વિભાગ નાયબ ઇજનેર શ્રી એ. ડી. મહેતા, ડેપો મેનેજર શ્રી મોરબી પી. જી. કુંપાવત એ મોરબી જીલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે નું સ્વાગત કરી મોરબી એસટી ડેપો ની મુલાકાત ને આવકારી હતી.




