• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત ગેસ લિમિટેડ સાથે યોજાયેલ મહત્વપૂર્ણ મીટિંગ અંગે આભાર વ્યક્ત કરતા સિરામિક ઉધોગકારો*

મોરબી:તા ૧૬ ગુજરાત ગેસ લિમિટેડ સાથે યોજાયેલ મહત્વપૂર્ણ મીટિંગ અંગે આભાર વ્યક્ત કરવા બાબત
આદરણીય સભ્યશ્રી,
જય ભારત,
આપને જણાવવાનું કે, આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા મેડમ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ શ્રી મનોજભાઈ એરવાડીયા, નિલેષ જેતપરીયા, પરેશભાઈ કુંડારીયા, ગૌતમભાઈ કાંજીયા સહિતના હોદ્દેદારોની હાજરીમાં એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી.
મીટિંગમાં આવનારા સમયમાં સિરામિક ઉદ્યોગને ફરીથી ધમધમતો બનાવવા માટે વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા બાબતે સહમતિ સધાઈ હતી.
આ મહત્વપૂર્ણ નિર્ણય માટે અમે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન વતી શ્રીમતી અવંતિકા મેડમ તથા ગુજરાત ગેસ લિમિટેડના તમામ ઉચ્ચ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
આભાર સહ,
મનોજભાઈ એરવાડીયા
પ્રમુખ
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન

Related posts

*જુનાગઢ જીલ્લા AIMIM ના પ્રમુખ ને ઔવૈસીએ કેસ પહેવી AIMIM પાર્ટી મજબૂત કરનારા ગુજરાત ના હોદેદારો કાર્યકરો ને આપી શુભેચ્છા*

Hello Morbi

*HELLO MORBI:અપહરણ થયેલ ઇસમને ગણતરી ની કલાકોમાં છોડાવતી મોરબી પોલીસ*

editor

*કાંતિભાઈ અમૃતિયા સહીત નાં ભા.જ.પ. ના તમામ ઉમેદવારો ના સમર્થન માં મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની બેઠક યોજાઈ.*

Hello Morbi

Leave a Comment