• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગાંધીનગરમાં ગુજરાત ગેસ સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ બેઠક: ભાવ, સપ્લાય અને નિયમોમાં રાહતના સંકેત*

ગાંધીનગરમાં ગુજરાત ગેસ સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ બેઠક: ભાવ, સપ્લાય અને નિયમોમાં રાહતના સંકેત

આજે ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડ ની ઓફિસમાં હાલની ગેસ સપ્લાયની વિકટ પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત ગેસના એમડી અવંતિકા સિંહ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક એસોસિએશન ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

એસોસિએશન તરફથી પ્રમુખ મનોજભાઈ એરવાડિયા તેમજ નરેન્દ્રભાઈ સંગાત, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારિયા અને વિપુલભાઈ સવસાણી ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં નીચેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી:

1. ગેસના ભાવ મુદ્દે:
ગેસ કંપનીએ પોઝિટિવ અભિગમ દર્શાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારના પરિબળોને ધ્યાનમાં રાખીને કમિટી સાથે ફરી 15/4 ના રોજ બેઠક યોજીને ભાવ અંગે નિર્ણય લેવાશે.

2. બેન્ક ગેરંટી મુદ્દે:
બિલિંગ સાઇકલ 5 થી 7 દિવસ કરવા માટે કંપનીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો.

3. MGO વપરાશ મુદ્દે:
100% વપરાશના નિયમમાં રાહત આપીને 80-85% વપરાશ માટે પણ પોઝિટિવ પ્રતિસાદ આપવામાં આવ્યો.

વધુમાં, આવતા અઠવાડિયામાં કમિટી નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ ગેસ કમિટી સમક્ષ રૂબરૂ રજૂઆત પણ કરશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓની ધરપકડ કરતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI: ટંકારા તાલુકાના નિવૃત ફોજી જવાનોનું ઘરે જઈ સન્માન કરતા બીજેપી અગ્રણીઓ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સ્વ. ભાગ્યપાલસિંહ જાડેજા અને સ્વ. નિર્મલસિંહ જાડેજા ની સ્મૃતિમાં ધ્રોલ ખાતે રક્તદાન અને સર્વ રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન*

editor

Leave a Comment