• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*આજે 11થી 3 વાગ્યા સુધી ખેડૂતોનું શાંતિપૂર્ણ ભારત બંધનું એલાન, આંદોલન એટ એ ગ્લાન્સ*

। નવી દિલ્હી ।

 

કૃષિ કાયદા રદ કરાવવા મુદ્દે છેલ્લા ૧૨ દિવસથી દિલ્હીની સરહદોએ સરકાર સામે જંગે ચડેલા ખેડૂતો દ્વારા મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સોમવારે સાંજે સિંધુ બોર્ડર ઉપર ખેડૂત નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે વિગતો આપી હતી. ખેડૂત નેતા નિર્ભયસિંહ ધુડિકે જણાવ્યું હતું કે, સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી શાંતિપૂર્ણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આટલો સમયગાળો એટલે પસંદ કરવામાં આવ્યો છે જેથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે અને અગવડ ન પડે. આ દરમિયાન શાકભાજી અને દૂધની સેવાઓને પણ અસર થવાની ચીમકી પહેલાં પણ ઉચ્ચારવામાં આવી હતી. બીજી તરફ ઇમર્જન્સી સેવાઓ અને લગ્ન કે અન્ય પ્રસંગનાં વાહનોને કોઈ અગવડ ન પડે તેની પણ સંપૂર્ણ તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું હતું.

ખેડૂત સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધને ૨૪ જેટલા વિપક્ષો, ૧૦ ટ્રેડ યુનિયનો, બેન્ક યુનિયનો, અન્ય સંગઠનો અને ટ્રાન્સપોર્ટ યુનિયનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ તમામ સંગઠનો દ્વારા મોટાપાયે કામગીરી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જારી કરી હતી કે ક્યાંય પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં અને લોકોને હાલાકી ન પડે. આ સાથે જ ખેડૂત નેતાઓ દ્વારા આ કાયદા રદ કરવાની માગણી ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન સોમવારે ખેડૂત નેતા બલબીરસિંહ રાજેવાલે જણાવ્યું હતું કે, અમારી તો એક જ માગણી છે, સરકાર કાયદો પાછો ખેંચે. અમે ખેડૂતોને પણ અપીલ કરીએ છીએ કે, આ બંધ માટે કોઈની ઉપર દબાણ કરવામાં ન આવે કે બળજબરી કરવામાં ન આવે. આ શાંતિપૂર્ણ બંધ છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ ગૂંચવણો વચ્ચે પાંચ બેઠકો નિષ્ફળ ગઈ છે. બુધવારે વધુ એક વખત સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે છઠ્ઠી બેઠક યોજાવાની છે.

કોઈપણ રાજકીય પક્ષોને અમારો મંચ પૂરો નહીં પડાય

ખેડૂત નેતા નિર્ભયસિંહે સ્પષ્ટતા કરી હતી કે, કોઈપણ રાજકીય પક્ષને વિરોધ માટે કે આંદોલન માટે ખેડૂતોનો મંચ પૂરો પાડવામાં નહીં આવે. આ માત્ર પંજાબ કે હરિયાણાના ખેડૂતોના વિરોધની વાત નથી. આ વિરોધને સમગ્ર દુનિયામાંથી સમર્થન મળી રહ્યું છે. વિદેશી નેતાઓ પણ અમને સમર્થન આપી રહ્યાં છે.

ટેક્સી, ટ્રાન્સપોર્ટ અને ઓટો યુનિયન પણ સક્રિય રીતે જોડાશે

ખેડૂતોના બંધ વચ્ચે ટેક્સી, ટ્રાન્સપોર્ટ અને ઓટો યુનિયનો દ્વારા પણ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને દિલ્હી, પંજાબ અને ઉત્તર ભારતનાં વિવિધ રાજ્યોમાં અનેક શહેરોનાં ટ્રાન્સપોર્ટ યુનિયનો આ બંધમાં જોડાવાનાં છે. તે ઉપરાંત દેશભરના ઘણા ટ્રાન્સપોર્ટ યુનિયન દ્વારા ટ્રકો અને બસોનાં પૈડાં થંભાવી દેવા આગળ આવ્યા છે. દિવસ દરમિયાન ભારતનાં ઘણાં રાજ્યોમાં ફળો, શાકભાજી, અનાજ, દૂધ જેવી વસ્તુઓનો સપ્લાય અટકી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

દિલ્હીની તમામ સરહદો સીલ કરવામાં આવી

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલન અને અન્ય રાજકીય રોષ જોતાં મંગળવારની હડતાળ હિંસક ન બને અને કોઈ નુકસાન ન થાય તે માટે પહેલેથી જ તકેદારી રાખવામાં આવી છે. પોલીસ જણાવ્યું કે, લોકો પોતાના આઇકાર્ડ બતાવીને હાઈવે ઉપર કે અન્ય રસ્તે સરળતાથી જઈ શકે છે. સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર અને દિલ્હીને જોડતા અન્ય રાજ્યોની સરહદે બંદોબસ્ત વધારવામાં આવ્યો છે જેથી કોઈ અઘટિત ઘટના ન બને.

આંદોલન એટ એ ગ્લાન્સ

રાષ્ટ્રપતિને સન્માન અને એવોર્ડ પરત કરવા જઈ રહેલા ૩૦ પૂર્વ ખેલાડીઓની પોલીસે અટકાયત કરી

ICAI દ્વારા સીએ ફાઈન્ડેશનની પરીક્ષાઓ રદ કરવામાં આવી, ૧૩ ડિસેમ્બરથી નવેસરથી પરીક્ષા યોજાશે.

રેલવે યુનિયન દ્વારા પણ ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું.

કર્ણાટકમાં ૩૦૦ ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

તામિલનાડુમાં ડીએમકે અને ૮ ટ્રેડ યુનિયનની હડતાળ, ઓટો યુનિ પણ જોડાશે.

વિપક્ષી નેતાઓ ખેડૂતોના ખભે બંધૂક મૂકીને અરાજકતા ફેલાવવા માગે છે : યોગી આદિત્યનાથ

કોંગ્રેસની નાવ ડૂબી રહી છે તેથી ખેડૂતોને ગેરમાર્ગે દોરીને ઉશ્કેરી રહી છે : શિવરાજસિંહ ચૌહાણ

RSSનો ભાગ ગણાતા ભારતીય કિસાન સંઘ દ્વારા બંધને સમર્થન નહીં

પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ જેવાં રાજ્યોએ પણ બંધને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ, CPI, TMC, NCP, શિવસેના, RJD, સપા, TRS, AIMIM, RSP, બસપા સહિતના વિપક્ષો આ બંધમાં જોડાવાના હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

*મોરબી એવન્યુ પાર્ક મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ મા આજે રાત્રે બજરંગ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજન નો કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી છેકે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે*

editor

*સમગ્ર જામનગર જિલ્લા સહિત ગુજરાત માં મુસ્લિમ સમાજનું ગૌરવ એવા નાની ઉંમરમાં મોટું નામ કરનાર સૈયદ મહંમદ બાપુ એ ઇન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન મેળવી અન્ય માટે પ્રેરણારૂપ બન્યાં!*

Hello Morbi

Leave a Comment