• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ–મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું સફળ આયોજન*

ભારત વિકાસ પરિષદ–મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું સફળ આયોજન

ભારત વિકાસ પરિષદ–મોરબી શાખા તથા IMA (Indian Medical Association)ના સંયુક્ત ઉપક્રમે તા. **૩૦ જુલાઈ, ૨૦૨૬ (ગુરુવાર)**ના રોજ કલ્યાણ વજેપર ગામ પ્રાથમિક વિદ્યાલય, આલાપ રોડ, મોરબી ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ, બ્લડ ગ્રુપ ચેકઅપ તથા આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાની મહિલા સહભાગીતા પાંખ દ્વારા આયોજિત આ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિરમાં ડૉ. પ્રકાશ વિડજા (પ્રિ કયોર લેબોરેટરી) તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા, જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવી તેમજ રિપોર્ટ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઉપરાંત જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળશે તેમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે.

આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે કાંતિભાઈ પાવાગઢ ( તેના સંબંધી હાલ કેનેડા)દ્વારા મહત્તવપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો, જેના બદલ ભારત વિકાસ પરિષદ–મોરબી શાખાએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાંત સંયોજક ડૉ. જયેશભાઈ પનારા, તથા મોરબી માં.વિ.પ.ના મહિલા કોમલબેન પનારા,સભ્ય સંદિપભાઈ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા.

ભારત વિકાસ પરિષદ–મોરબી શાખા દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કલ્યાણ વજેપર પ્રાથમિક વિદ્યાલયના આચાર્યશ્રી, તમામ શિક્ષકગણ તથા સ્ટાફે આયોજનથી લઈને વિદ્યાર્થીઓના સંકલન, વ્યવસ્થા અને સમગ્ર કામગીરી દરમિયાન ખૂબ જ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. તેમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અને ઉત્તમ સંકલનના કારણે આરોગ્ય શિબિર સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ભારત વિકાસ પરિષદ–મોરબી શાખા દ્વારા શાળા પરિવારના આ અમૂલ્ય સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મહિલા સહભાગિતા
કોમલબહેન પનારા

કોષાધ્યક્ષશ્રી
હિરેનભાઇ ધોરિયાણી

સચિવશ્રી
વિશાલભાઈ બરાસરા

અધ્યક્ષશ્રી
ચિરાગભાઈ હોથી

Related posts

*HELLO MORBI:સૌરાષ્ટ્ર ના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ની પાંચમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

editor

*મોરબી સેવાસદન કચેરી ખાતે પ્રજા લક્ષી સેવાના કાર્યો નો મોડી રાત્રી સુધી ધમધમાટ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જ્યારે સર્જરીની વાત થાય છે,ત્યારે નિઃશુલ્ક સર્જરી માટે આયુષ આપે છે સાથ!*

editor

Leave a Comment