• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી 𝟏𝟖𝟏 અભયમ ટીમ મોરબી*

*ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી*

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન આવેલ કે એક અજાણી વયોવૃદ્ધ માજી ગભરાયેલી હાલતમાં છે ચિંતામાં છે તેમની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદની જરૂર છે
માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ નિતેશભાઇ તાત્કાલિક ઘટના સ્થળે વયોવૃદ્ધ માજીની મદદ માટે પહોંચેલ વૃદ્ધ માજી ને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતા સૌપ્રથમ માજી ને સાંત્વના આપી 181 ટીમ દ્વારા માજી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ વયોવૃદ્ધ માજીનું સંવેદનશીલતા પૂર્વક કાઉન્સિલિંગ દરમિયાન માજી પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવેલ કે તેમના પતિ કાયમ નાની-નાની વાતે ઝઘડો કરતા હોય જેથી માજી ને લાગી આવતા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય અભયમ ટીમે માજીએ જણાવેલા સરનામે પહોંચી વયોવૃદ્ધ માજી ને સહી સલામત સોંપ્યા હતા તેમના પરિવારનુ યોગ્ય કાઉન્સિલિંગ કરી સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપવામાં આવેલ અને ભવિષ્યમાં ઝઘડા ન કરવા તેમજ માજી નું યોગ્ય ધ્યાન રાખવા અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ વયોવૃદ્ધ માજીના પરિવારે 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ

Related posts

*મોરબી ખાતે રેન બસેરા નું ખાતમુરત ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ વિનોદભાઇ ચાવડા ના હસ્તે કરાયું*

Hello Morbi

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર જયંતિભાઈ પટેલે કર્યુ મતદાન* 

Hello Morbi

*HELLO MORBI: મોરબી ના શિક્ષક વિજયભાઈ દલસાણીયા નું ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ થી સન્માન કરાયું*

editor

Leave a Comment