• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિજિટલ રીતે સાચવશે, ગમે ત્યાંથી નોકરી માટે વેરીફિકેશન કરી શકાશે

હવે ઓનલાઇન માર્કશીટ થવાથી વિદ્યાર્થીઓને ધક્કા ખાવા નહીં પડે અને સમયનો બચાવ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીન પેથાણીએ જણાવ્યું હતું કે, ક્યુઆર કોડ માર્કશીટમાં ઉમેરવામાં આવતા વિદ્યાર્થીઓ વિશ્વના કોઇ પણ ખુણે નોકરી માટે જાય તો તેને વેરીફિકેશન કરાવવા ધક્કો ખાવો પડે નહીં

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હવે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં જોડાતા હવે વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિજિટલ રીતે સાચવશે અને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ ઓનલાઇન વેરિફિકેશન કરાવી શકશે. રાજ્યમાં એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ એવી છે જેમાં વિદ્યાર્થીનો કલર ફોટો, લેમિનેટેડ માર્કશીટ અને ક્યુઆર કોડ સાથેની માર્કશીટ આપવામાં આવી રહી છે. હાલમાં વર્ષ 2019 પછીની તમામ માર્કશીટ ઓનલાઇન મળશે ત્યાર બાદ અન્ય વર્ષની માર્કશીટ મળી શકે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીન પેથાણીએ જણાવ્યું હતું કે, ક્યુઆર કોડ માર્કશીટમાં ઉમેરવામાં આવતા વિદ્યાર્થીઓ વિશ્વના કોઇ પણ ખુણે નોકરી માટે જાય તો તેને વેરીફિકેશન કરાવવા ધક્કો ખાવો પડે નહીં. ઓનલાઇન વેરીફિકેશન થઇ જશે સાથે જ અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ વખતે પણ ઓનલાઇન જ વેરિફિકેશન થઇ જશે. એટલું જ નહીં વિદ્યાર્થીની માર્કશીટનો ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમામ માર્કશીટ જોવા મળશે અને ડાઉનલોડ પણ કરી શકાશે.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લા/ તાલુકા/ શહેર કોગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો ની મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટીંગ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હળવદ રોડના ઉધોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રુબરુ સ્થળ મુલાકાતે આવેલ ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા*

editor

*HELLO MORBI: ટંકારા તાલુકા પંચાયત ખાતે ગાંધીજયંતી ને અનુલક્ષી મીટીંગ યોજાઇ*

editor

Leave a Comment