• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO MORBILatest-NewsOther

*મોરબી જીલ્લા ભાજપ પુર્વ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા લાતીપ્લોટ વિસ્તારના ભુગર્ભ રિનોવેશન, રોડ તથા લાઇટ ની સમસ્યા ઉકેલવા તથા પીપળી-જેતપર રોડ ફોરટ્રેક કરવા તેમજ જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ કરવા માટે મોરબી જીલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવી.*

મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં ઘડિયાળના ઘણા કારખાનાઓ વર્ષોથી કાર્યરત છે. તેમજ હીરાના કારખાનાઓ સહિત લેથ મશીનરીના પણ નાના-મોટા કારખાનાઓ આવેલા હોવાથી આ વિસ્તાર નાની ઇંડાસ્ટ્રીઝ નો વિસ્તાર તરીકે ઓળખાય છે. આ એરિયામાં ભુગર્ભ છે ખરી પણ તેને રિનોવેશન કરવાની જરૂર છે. તેમજ લાતીપ્લોટ વિસ્તારમાં લગભગ 20-25 વર્ષથી રોડ બનેલા ના હોય દરેક રોડ સી.સી.રોડ બનાવવા જરૂરી છે. તેમજ લાતીપ્લોટ વિસ્તારમાં 75% સ્ટ્રીટ લાઇટ પણ ના હોય તો લાઇટ ની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. તેમજ મોરબી સિટિનું ટ્રાફિક ઘટાડવા માટે જેલ રોડ થી મચ્છુ રિવર ઉપર બ્રિજ બને તો સામે કાંઠે જવા-આવવા માટે ટ્રાફિક હળવો થઈ શકે જેથી જેલ રોડ થી મચ્છુ રિવર ઉપર બ્રિજ બનાવવો આવશ્યક છે. તેમજ સિરામિક ઉદ્યોગની ઘણી બધી ફેક્ટરીઓ જે રોડ ઉપર આવેલ છે તેવો પીપળી-જેતપર રોડ તાત્કાલિક ચાર માર્ગીય બનાવવો જરૂરી હોય જેની અગાઉ પણ માન.નાયબ મુખ્યમંત્રીશ્રી ને લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ અમોએ કરેલ હોય તો ઉપરોક્ત તમામ સમસ્યાઓ આપ સાહેબશ્રી દ્વારા સરકારશ્રીમાં no રજૂઆત કરી વહેલી તકે ઉકેલ લઈ આવવા આશા સાથે વિનંતી. આભાર.

Related posts

*ઘાંટવડ કુમાર શાળાના શિક્ષક નો નવતર આઈડિયા રાજ્ય કક્ષા એ સતત ચોથી વાર પસંદગી પામ્યો*  

Hello Morbi

*HELLO MORBI:અમદાવાદના જાણીતા લેખક,સાહિત્યકાર,પત્રકાર રમેશભાઈ તન્નાનું ડીસા જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન*

editor

Farmers Protest: ખેડૂત નેતાઓ સાથે આજે પાંચમી બેઠક, MSP અંગે સરકાર લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર

Hello Morbi

Leave a Comment