• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

Other

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિજિટલ રીતે સાચવશે, ગમે ત્યાંથી નોકરી માટે વેરીફિકેશન કરી શકાશે

હવે ઓનલાઇન માર્કશીટ થવાથી વિદ્યાર્થીઓને ધક્કા ખાવા નહીં પડે અને સમયનો બચાવ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીન પેથાણીએ જણાવ્યું હતું કે, ક્યુઆર કોડ માર્કશીટમાં ઉમેરવામાં આવતા વિદ્યાર્થીઓ વિશ્વના કોઇ પણ ખુણે નોકરી માટે જાય તો તેને વેરીફિકેશન કરાવવા ધક્કો ખાવો પડે નહીં

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હવે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં જોડાતા હવે વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિજિટલ રીતે સાચવશે અને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ ઓનલાઇન વેરિફિકેશન કરાવી શકશે. રાજ્યમાં એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ એવી છે જેમાં વિદ્યાર્થીનો કલર ફોટો, લેમિનેટેડ માર્કશીટ અને ક્યુઆર કોડ સાથેની માર્કશીટ આપવામાં આવી રહી છે. હાલમાં વર્ષ 2019 પછીની તમામ માર્કશીટ ઓનલાઇન મળશે ત્યાર બાદ અન્ય વર્ષની માર્કશીટ મળી શકે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીન પેથાણીએ જણાવ્યું હતું કે, ક્યુઆર કોડ માર્કશીટમાં ઉમેરવામાં આવતા વિદ્યાર્થીઓ વિશ્વના કોઇ પણ ખુણે નોકરી માટે જાય તો તેને વેરીફિકેશન કરાવવા ધક્કો ખાવો પડે નહીં. ઓનલાઇન વેરીફિકેશન થઇ જશે સાથે જ અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ વખતે પણ ઓનલાઇન જ વેરિફિકેશન થઇ જશે. એટલું જ નહીં વિદ્યાર્થીની માર્કશીટનો ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમામ માર્કશીટ જોવા મળશે અને ડાઉનલોડ પણ કરી શકાશે.

Related posts

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં વિશ્વ મહિલા દિન યોજાયો*

Hello Morbi

*મોરબી બે વર્ષ બાદ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે*

Hello Morbi

*મારું ગામ કોરોના મુક્ત ગામ સાર્થક કરતું જોડિયા* 

Hello Morbi

Leave a Comment