
જીલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીશ્રી ને ડેમો, ચેકડેમો માં સૌની યોજના દ્વારા “નર્મદા નીર” આપવા ની માંગણી _!
જોડિયા – સૌરાષ્ટ્ર માં માનસુન નું વરસાદ ખેંચાતા જામનગર જિલ્લા/ તાલુકા ના ખેડુતો નું ચોમાસા પહેલા વાવેતર કરેલ ઉભા પાક ને બચાવવા માટે સૌની યોજના લિંક -૧ અને લિંક -૩ દ્વારા ડેમો.. તળાવો.નાના મોટા ચેકડેમો માં સિંચાઇ માટે પાણી ની જરૂરિયાત ઉભી થઇ છે, જામનગર જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ને લિખિત માં રજુઆત કરતાં જણાવેલ કે જામનગર સહિત તાલુકા ના જોડિયા.ધોલ.કાલાવડ.લાલપુર.જામજોઘપુર.ના હજારો ખેડૂતો ના ઉભા પાક ને જીવન દાન આપવા માટે સૌની યોજના હેઠળ નર્મદા નીર દ્વારા જીલ્લા ના આવેલ ડેમો ઉડ-૧.ઉડ-૨.ઉડ-૩.અને ૪,આજી-૩ અને ૪.સાપડા ડેમ કંકાવટી.સસોય.રણજીત સાગર, રંગમતી,વીજરખી,વોડીસગ, ડેમો ના તળિયા ઝાટક છે ઉપરોક્ત ડેમો સિંચાઇ હેતુ નર્મદા નીર ઠલાવવા ની રજૂઆત કરાઈ છે _! અહેવાલ . લલીત નિમાવત બાલભા..૧૫/૭/૨૬.
