• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીમાં મેટલ પાથરી પેચ વર્ક કરી મોરબી સનાળા રોડ રીપેર કરાયો*

*મોરબીમાં મેટલ પાથરી પેચ વર્ક કરી મોરબી સનાળા રોડ રીપેર કરાયો*
*શહેરનો મુખ્યત્વે ટ્રાફિક આ રોડ પર રહેતો હોવાથી તાત્કાલિક ધોરણે રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ*

*મોરબી, તા. ૩૦ ઓગસ્ટ*
મોરબીથી સનાળા તરફ જતા સનાળા રોડ પર સુચારું વાહન વ્યવહાર માટે ટ્રેક્ટર અને જેસીબીની મદદથી મેટલ પાથરી પેચવર્ક કરી રોડ રીપેર કરવામાં આવી રહ્યો છે.
જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો ધોવાઈ ગયા છે. ત્યારે અવરજવર માટે લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેવા હેતુથી વરસાદ બંધ થયા બાદ તરત જ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી તમામ માર્ગો પર સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને હાલ અનેક રસ્તાઓ રીપેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે મોરબીમાં વરસાદી પાણીના પગલે મોરબી સનાળા રોડ ધોવાઈ જતા અનેક જગ્યાએ રોડમાં ખાડા થઈ ગયા હતા.
શહેરનો મુખ્યત્વે ટ્રાફિક આ રોડ પરથી પસાર થતો હોવાથી તાત્કાલિક ધોરણે આ રોડને રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી અને ટ્રેક્ટરની મદદથી આ રોડ પર મેટલ પાથરી પેચ વર્ક કરી મહદઅંશે આ રોડ રીપેર કરી સુચારૂ વાહન વ્યવહાર માટેની કામગીરી કરવામાં આવી છે.

Related posts

*જોડીયા ના જશાપર ગામે આંગળ વાડી ના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા*

Hello Morbi

*ટંકારા તાલુકા માં પશુ લમપી સ્ક્રીન બીમારી માં સતત દોડતી 1962 ની સેવા*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો*

Hello Morbi

Leave a Comment