• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નિયમિત દર ગુરૂવારે થતાં પૂજ્ય જલારામ બાપાનાં ભજનને આઠ વર્ષ પૂર્ણ*

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નિયમિત દર ગુરૂવારે થતાં પૂજ્ય જલારામ બાપાનાં ભજનને આઠ વર્ષ પૂર્ણ
વરસાદી માહોલ વચ્ચે ભજનની જામી રમઝટ
રૂપિયા ત્રણ લાખની ગૌસેવા શ્રી જલિયાણ ગૌશાળા ડીસાને અર્પણ કરવામાં આવી
——————
તારીખ 26-7-2018 ગુરૂવારથી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન વ્યક્તિગત નિવાસસ્થાને શરૂ કરવામાં આવેલ જેને આઠ વર્ષ પૂર્ણ થતાં 418 મા ગુરુવારે શ્રી મુકેશભાઈ ગોવિંદભાઈ સોની પરિવાર દ્રારા વરસાદી માહોલમાં પણ જલારામ મંદિર ડીસા ખાતે ભજન રાખવામાં આવ્યાં હતાં.પૂજ્ય જલારામ બાપાના ભજનમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેતાં ભજનની રમઝટ જામી હતી.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં શ્રી રામચરિત માનસ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા 131000,ભજન યજમાનના 15000 તેમજ અન્ય હરિભક્તોના મળી અંદાજે રૂપિયા 194000 એક લાખ ચોરાણુ હજાર જેટલી ગૌસેવા એકત્ર થઈ હતી.આઠમા વર્ષના અંતિમ ગુરૂવારે રૂપિયા ત્રણ લાખ શ્રી જલિયાણ ગૌશાળા ડીસાના ટ્રસ્ટીઓને શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટ્રેક્ટર ખરીદી હેતુ અર્પણ કરવામાં આવ્યા હતા.ભજન યજમાન શ્રી મુકેશભાઈ ગોવિંદભાઈ સોની પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આગામી નવમા વર્ષના પ્રથમ ગુરૂવારે શ્રી હરેશભાઈ જીવરામભાઈ ઠક્કર/તન્ના – પત્રકારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન હોઈ સૌને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોઈ સૌના ઉત્સાહમાં અભૂતપૂર્વ વધારો થયો હતો.

Related posts

*મોરબી તાલુકા ના લાલપર નજીક દારૂ, બિયર ભરેલી કાર ઝડપી ત્રણ ની અટકાયત કરતી મોરબી તાલુકા પોલીસ ની ટીમ*

Hello Morbi

*લખિમપુર કિસાન નરસંહારમાં શહીદ થયેલ કિસાનોને આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવી*

Hello Morbi

*રાજકોટ પધારેલ પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ કરેલ કાર્યો બદલ પીઠ થાબડી કરી પ્રસનસા*

Hello Morbi

Leave a Comment