• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ડીસાની સેવાભાવી સંસ્થાઓનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

ડીસાની સેવાભાવી સંસ્થાઓનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન
ડીસા નગરની સેવાભાવી સંસ્થાઓ રોટરી કલબ તેમજ રોટરી ડિવાઈન કલબના નવા વરાયેલા હોદેદારોએ શ્રી જલારામ મંદિર ડીસા ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
રોટરી કલબ ડીસાના નવા વરાયેલા પ્રમુખ શશીનભાઈ મેવાડા,મંત્રી પરીનભાઈ પંડયા, પર્યાવરણ મંત્રી હસમુખભાઈ પોપટ તેમજ રોટરી ડિવાઈન કલબ ડીસાના નવા વરાયેલા પ્રમુખ દીપીકાબેન પટેલ, સહમંત્રી ખુશ્બુબેન ઠક્કર, કારોબારી સભ્યો ડો.ક્રિનાબેન જોષી, કાંતાબેન પટેલ સહિત સૌ પદાધિકારીઓએ જલારામ મંદિર ડીસા ખાતે પધારી દર્શન કરી, પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ લેતાં સૌનું જલારામ મંદિર ડીસા દ્રારા કંકુતિલક ફૂલછડી, સાલ, જલારામ દર્શન ગ્રંથથી ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે જલારામ સેવકો સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, ચંદુભાઈ એટીડી, કમલેશભાઈ રાચ્છ, કલ્પેશભાઈ -લાલાભાઈ, હિતેશભાઈ સોનપાલ સહિત સૌએ શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
બેઉ સંસ્થાઓના તમામ પદાધિકારીઓએ પણ પોતાના સન્માન બદલ અત્યંત રાજીપો વ્યક્ત કરી આગામી દિવસોમાં ગૌસેવા, પર્યાવરણ જાળવણી તેમજ વૃક્ષારોપણ કાર્યને વિશેષ મહત્વ આપવા કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.
ઉપસ્થિત સૌકોઈએ પૂજ્ય જલારામ બાપાની ગુરૂવારની મહાઆરતી તેમજ ખીચડી કઢી પ્રસાદનો લાભ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

*HELLO MORBI:મોરબીથી નીકળેલ કોંગ્રેસ ની ન્યાય યાત્રામા આમરણ ચોવીસી માથી મોટી સંખ્યામાં લોકો જોડાયા*

editor

*મોરબી શહેરમાં બે રોડને પરશુરામ અને શંકરાચાર્યનું નામકરણ*

Hello Morbi

Leave a Comment