• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જલારામ મંદિર ડીસા દ્રારા વાલ્મીકિ સમાજની દીકરીનાં કરાવવામાં આવ્યાં લગ્ન*

જલારામ મંદિર ડીસા દ્રારા વાલ્મીકિ સમાજની દીકરીનાં કરાવવામાં આવ્યાં લગ્ન
સમગ્ર ઉત્તર ગુજરાતની અગ્રણી સેવાભાવી સંસ્થા શ્રી જલારામ મંદિર ડીસા દ્રારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે. તાજેતરમાં ડીસાની વાલ્મીકિ સમાજની દીકરી આશાબેન ખોડાભાઈ વાલ્મીકિના શુભ લગ્ન જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યાં હતાં.
આ શુભ અવસરે લગ્ન માટે હોલ,શેડ,બે દિવસ માટે ભોજન પ્રસાદની સંપૂર્ણ સગવડ સહિતની તમામ વ્યવસ્થા જલારામ મંદિર તરફથી કરવામાં આવતાં ડીસાના સમગ્ર વાલ્મીકિ સમાજે આનંદની લાગણી વ્યક્ત કરી પૂજ્ય જલારામ બાપાને આદરપૂર્વક વંદન કર્યા હતા.
જલારામ ભક્તો સર્વ શારદાબેન આચાર્ય, ભગવાનભાઈ બંધુ, શશીકાંતભાઈ ડી ઠક્કર, તારાચંદભાઈ મજેઠીયા, કમલેશભાઈ રાચ્છ, નિર્મળાબેન એફ.ડી., નીરૂબેન વી.પૂજારા સહિત સૌએ હાજર રહી દીકરીને આશીર્વાદ આપી ભેટ અર્પણ કરી હતી.
જલારામ ભોજનાલય ડીસાનો સમગ્ર સ્ટાફ સેવામાં જોડાયો હતો.

Related posts

*મોરબી ના પાંચ સહિત રાજકોટ રેન્જ આઈજીએ પાંચ જિલ્લામાં ફરજ બજાવતા 40 ASIના પી એસ આઇ તરીકે બઢતીના ઓર્ડર કર્યા*

Hello Morbi

*HELLO MORBI:વિદેશ ઉચ્ચ અભ્યાસર્થે જતી ડીસાની કાજલ માધવાણીને પૂજ્ય જલારામ બાપાના ભજન થકી શુભેચ્છાઓ પાઠવવામાં આવી*

editor

*HELLO MORBI NEWS:PM SHRI હડીયાણા કન્યા શાળારંગોત્સવ સંગ દીક્ષાંત સમારોહ અહેવાલ*

editor

Leave a Comment