
જોડિયા માં ભાજપા નું સમાજીક આધારિત રાજકારણ _! * ગામ માં સામાજિક સ્તરે પક્ષના હોદા માટે ટાંટિયા ખેંચ *
જોડિયા :- દેશની કોઈ પણ રાજકીય પક્ષો દ્વારા સત્તા સંઘર્ષ માટે વોટબેંક નું રાજકારણ સામાજિક આઘારિત બની ચુક્યું છે જે તે જાતિ આધારિત
નું સમીકરણ જાળવી રાખવા માટે જામનગર જિલ્લા ભાજપા દ્વારા તાજેતરમાં તાલુકા સ્તરે વર્ગ આઘારિત શેલ ની રચના કરીને હોદા ની ફાળવણી દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સભ્યો ની નિમણુંક કરાઇ હતી, ગામ માં લઘુમતી શેલ ની રચના માં સામાજિક સ્તરે ટાંટિયા ખેંચ ની રમત જોવાં મળેલ, જોડિયા લઘુમતી સમાજના શિક્ષિત અને જોડિયા તાલુકાના વન વિભાગના પુર્વ અઘિકારી કક્ષાના હુસેન ભાઇ નોડે જે હાલમાં ઓલ ઇન્ડિયા સુધી મુસ્લિમ આવામ જામનગર જિલ્લા ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.એની સાથે એના સમાજ ના લોકો એ રાજકીય રમત રમી.ભાજપા દ્વારા લઘુમતી શેલ ની રચના માટે તે સમાજ ના આગેવાનો સાથે બેઠક યોજી ને પ્રમુખ ઉપપ્રમુખ. મંત્રી.સભ્યો નામો ની યાદી જીલ્લા ભાજપ કાર્યાલય માં મોકલવા આવી, લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે હુસેન નોડે ના નામ નું સુચન પછી , નિમણુંક યાદી માં ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થતાં હુસેન ભાઇ નોડે એ ધારાસભ્ય રાઘવજી પટેલ સમક્ષ પ્રમુખ ને બદલે ઉપપ્રમુખ બાબત ઘ્યાન દોર્યું, અને ધારાસભ્ય રાઘવજી પટેલે જીલ્લા ભાજપ કાર્યાલય ને સમગ્ર બાબત ની જાણ કરીને જોડિયા ભાજપા લઘુમતી શેલ ના પ્રમુખ તરીકે હુસેન ભાઇ નોડે ના નામ નું પરિપત્ર જાહેર કરવું પડ્યું આ છે રાજકારણ નું અંદરોઅંદર ની ટાંટિયા ખેંચ ની રમત , દરેક રાજકીય પક્ષો માં જોવા મળે છે.,_! અહેવાલ
લલીત નિમાવત બાલભા.૩૦/૭/૨૬.

