• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતું મોરબી નું જલારામ ધામ.*

*ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતું મોરબી નું જલારામ ધામ.*

*શહેર ના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારો તેમજ સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરતું મોરબી જલારામ ધામ.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે સેવા પુરી પાડવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે મોરબી જીલ્લા માં વરસતા ભારે વરસાદ ના પગલે શહેર ના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારો તેમજ સ્થળાંતરીતો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા મોરબી જલારામ ધામ દ્વારા કરવામાં આવી રહી છે. લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનાં આ ભગીરથ કાર્ય માં મોરબી મહાનગરપાલિકા ના ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી, ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, અનીલભાઈ સોમૈયા, પ્પ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, નીરવભાઈ હાલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, વિપુલભાઈ પંડિત, હીતેશભાઈ જાની, સી.ડી.રામાવત, કૌશલભાઈ જાની, દીનેશભાઈ સોલંકી સહીત ના શ્રી જલારામ સેવા મંડળ ના અગ્રણીઓ જોડાયેલા છે.
મોરબી જલારામ ધામ દ્વારા તંત્ર ને સ્થળાંતરીતો માટે ગમે તેટલી સંખ્યા માં ફુડ પેકેટ બનાવી આપવાની જાણ કરવામાં આવી છે. માત્ર બે કલાક અગાઉ સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી ના મો.નં.૯૮૨૫૦૮૨૪૬૮ પર જાણ કરવા તંત્ર ને જણાવવામાં આવ્યુ છે. હરહંમેશ ની જેમ તંત્ર સાથે સંકલન સાધી લોકોની સેવા માટે મોરબી જલારામ ધામ તત્પર તેમજ કટીબદ્ધ છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related posts

*ગૂજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે મોરબી પોલીસ તંત્ર એક્શન મોડમાં પત્રકાર પરિષદ યોજી વિગતો કરી જારી*

Hello Morbi

*પ્રોનિંગ : કોવિડ-૧૯ના કાળા કેરમાં કેવી રીતે કરશો ‘સેલ્ફ કૅર’?*   

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જન્માષ્ટમીના તહેવારમાં રહો નિશ્ચિંત,કારણ કે ઇમરજન્સી માટે આયુષ છે ઉપસ્થિત*

editor

Leave a Comment