• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીના આમરણ ચોવીસી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત: પંદર ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ*

માત્ર 3 ઇંચ વરસાદ પડતાં કપાસ અને મગફળીનો પાક મુરઝાયો: ખેડૂતોનો બિયારણ અને દવાનો ખર્ચ નિષ્ફળ જવાની ભીતિ

મોરબી તાલુકાના આમરણ ચોવીસી
પંથકમાં આ વર્ષે ચોમાસામાં નહિવત વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. શરૂઆતના વરસાદમાં ખેડૂતોએ વાવણી તો કરી દીધી હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા મહામૂલો પાક સુકાઈ રહ્યો છે, જેને પગલે પંથકના 15 જેટલા ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કિસાન અગ્રણી મોહનભાઈ જીલરીયા દ્વારા ત્રિકમભાઈ છાંગાને પત્ર પાઠવીને મોરબી તાલુકાના આમરણ ચોવીસી પંથકના 15 ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરવામાં આવી છે.

ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અંગે જણાવવામાં આવ્યું છે કે, આમરણ ચોવીસી પંથકમાં જુલાઈ માસમાં માત્ર 3 ઇંચ જેટલો જ સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ વરસાદને પગલે 15 ગામોના ખેડૂતોએ આશાભેર કપાસ, મગફળી સહિતના કૃષિ પાકોનું વાવેતર ક૨ી દીધું હતું. વાવણી બાદ છેલ્લા એક મહિનાથી વરસાદ ન થતાં હાલ મુખ્યત્વે કપાસ અને મગફળીનો પાક મુરઝાઈ જવા પામ્યો છે. હવે જો વરસાદ થાય તો પણ આ પાકને કોઈ ફાયદો થવાની સંભાવના નથી. વરસાદ ખેંચાતા ખેડૂતોની મહેનત ખાતર, દવા અને બિયારણ પાછળ કરેલો જંગી ખર્ચ નિષ્ફળ જવાનો ભય સેવાઈ રહો છે

Related posts

*જોડિયા તાલુકા ભાજપ મંડળ કારોબારી ની મિટીંગ યોજવામાં આવી હતી*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગે.કા. એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન* *સાથે એક ઇસમને કુલ કિ.રૂ. ૧,૦૮,૫૨૫/-ના મુદામાલ સાથે પકડી પાડતીક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment